Loading Please Wait !!!
ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, ૧૫ કિમી સુધી ધ્રૂજ્યું ભરૂચ!

સિટી ન્યુઝ @ સુરત 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDC ખાતે આવેલી 'સિનઝીલ ફાર્માકેમ' કંપનીમાં ગત રાત્રે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ભીષણ દુર્ઘટનામાં ૫ કામદારોનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ૫ કામદારો ગંભીર રીતે ઘાયલ થઈને હાલ સારવાર હેઠળ છે. અચાનક થયેલા આ બ્લાસ્ટને કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો પ્રચંડ અવાજ આશરે ૧૫ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને કંપનીથી ૨૦૦ મીટર દૂર ઊભેલા ટ્રેક્ટરનું ટાયર પણ ફાટી ગયું હતું. બ્લાસ્ટ બાદ ગેસ લીકેજ થવાની આશંકાના કારણે લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ એસડીએમ, વાગરા પોલીસ, મામલતદાર, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષાના માપદંડોને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

ઔદ્યોગિક સલામતી પર સવાલ, કંપનીમાં મચી ગયો હાહાકાર!
ભરૂચના વાગરા સ્થિત સાયખા GIDCની સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં રાત્રે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૫ શ્રમિકોનાં મોત થયાં છે અને ૫ ઇજાગ્રસ્ત થયા છે. ૧૫ કિમી સુધી ધડાકો સંભળાતા સમગ્ર પંથકમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને તંત્રએ તપાસ હાથ ધરી છે.