Loading Please Wait !!!
હાઇવે પ્રોજેક્ટ્સ પર સ્ટેમ્પ ડ્યુટીનો માર, કેન્દ્રની લાલ આંખ!

 

  • હાઇવે પ્રોજેક્ટ્સમાં સ્ટેમ્પ ડ્યુટી રદ કરવા સૂચના.

  • કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યોને આદેશ અપાયો.

  • સ્ટેમ્પ ડ્યુટીના કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ થતો હતો.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા હાઇવે નિર્માણ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પાછળ મોટા પાયે ખર્ચ કરીને અર્થતંત્રને વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે માર્ગ પ્રોજેક્ટ્સમાં વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી રદ કરવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યોને સૂચના આપવામાં આવી રહી છે. નિયમોની જટિલતાઓ દૂર કરવા અને પ્રોજેક્ટ્સમાં થતી બિનજરૂરી હેરાનગતિ તથા વિલંબને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

પ્રવર્તમાન વ્યવસ્થા મુજબ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઓડિશા જેવા રાજ્યો કોન્ટ્રાક્ટના મૂલ્ય તથા પ્રોજેક્ટના પ્રકારના આધારે ૦.૨૫ ટકાથી ૩ ટકા સુધીની સ્ટેમ્પ ડ્યુટી વસૂલે છે, જ્યારે ઉત્તર પ્રદેશ ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર પ્રોજેક્ટ્સમાં ૧૨ ટકા સુધીની ધરખમ વસૂલાત કરે છે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યો આ આવક ગુમાવવા માંગતા નથી અને વિવિધ પ્રકારે માંગ ઊભી કરતા હોવાથી વિવાદો સર્જાય છે અને પ્રોજેક્ટ્સમાં વિલંબ થાય છે. પરિવહન મંત્રાલયનું સ્પષ્ટ માનવું છે કે હાઇવે ક્ષેત્રમાં ઇન્વેસ્ટરોનો ભરોસો જાળવી રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે અને રાજ્યોની આ વસુલાત એકસમાન હાઇવે નીતિની વિરુદ્ધ છે.

ઇન્વેસ્ટરોને રાહત આપવા કેન્દ્ર સરકારનો મોટો દાવ!

કેન્દ્રીય પરિવહન મંત્રાલયે માર્ગ પ્રોજેક્ટ્સમાં વસૂલાતી સ્ટેમ્પ ડ્યુટી રદ કરવા રાજ્યોને સૂચના આપી છે. વિવિધ રાજ્યો દ્વારા ઊંચી સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાથી પ્રોજેક્ટ્સમાં વિલંબ થતો હતો, ત્યારે ઇન્વેસ્ટરોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.