Loading Please Wait !!!
પ્રેમમાં અવિશ્વાસ અને જીદે લીધો પત્નીનો ભોગ!

 

  • શિકાગોમાં ગુજરાતી યુવકે પત્નીની હત્યા કરી.

  • પત્ની અન્ય સહ-કર્મચારીને ડેટ કરતી હોવાની શંકા.

  • દીકરીને મળવાના બહાને ઘરે બોલાવી હત્યા આચરી.

સિટી ન્યુઝ @ શિકાગો

અમેરિકાના શિકાગો શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મૂળ ગુજરાતી એવા ૩૧ વર્ષીય અંકુર પટેલે પોતાની ૩૨ વર્ષની પત્નીની ચાકુના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકુર અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિવાદ અને અણબનાવ ચાલતો હતો. પત્ની ગત મે મહિનાથી દીકરીને અંકુર પાસે મૂકીને અલગ રહેતી હતી અને ઓફિસના સહ-કર્મચારી સાથે સંબંધો ધરાવતી હોવાની શંકા કે જાણ અંકુરને થઈ હતી, જેને લઈને બંને વચ્ચે અવારનવાર તીવ્ર ઝઘડા થતા હતા.

આરોપી અંકુરે પૂર્વ આયોજિત પ્લાન મુજબ દીકરીને ભારત મોકલી દીધા બાદ પત્નીને દીકરીને મળવાના બહાને ઘરે બોલાવી હતી. જ્યારે પત્ની ઘરે આવી ત્યારે તેણે સાથે રહેવા દબાણ કર્યું હતું, પરંતુ પત્નીએ સ્પષ્ટ ના પાડી દેતા ઉશ્કેરાયેલા અંકુરે છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ અંકુર ભારત ભાગી જવાની ફિરાકમાં શિકાગોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી ગયો હતો, જ્યાં પોલીસે સમયસૂચકતા દાખવીને ફિલ્મીઢબે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

શિકાગોમાં મૂળ ગુજરાતીએ પત્નીની ચાકુના ઘા મારી કરી હત્યા

અમેરિકાના શિકાગોમાં મૂળ ગુજરાતી અંકુર પટેલે પારિવારિક વિવાદ અને અન્ય સંબંધોની શંકાના વહેમમાં પોતાની ૩૨ વર્ષીય પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી છે. પત્નીને મળવાના બહાને ઘરે બોલાવીને આઘાતજનક પગલું ભર્યા બાદ આરોપી ભારત ભાગવાની ફિરાકમાં એરપોર્ટ પહોંચ્યો હતો, જ્યાં શિકાગો પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને તેણે પૂછપરછમાં ગુનો કબૂલી લીધો છે.