મોરબીમાં બેફામ સ્કોર્પિયોનો આતંક, બાળકનો આબાદ બચાવ!
-
મોરબીના ભવાની ચોકમાં બેફામ સ્કોર્પિયો ગાડી પકડાઈ.
-
ગરબીની ખુરશીઓ અને બાળકને હડફેટે લેતા બચ્યા.
-
સ્કોર્પિયો ચાલકની લાપરવાહીનો વીડિયો વાયરલ થયો.
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીના ભવાની ચોક વિસ્તારમાં રાત્રે એક બેફામ સ્કોર્પિયો ગાડી (નંબર GJ 36 AR 1547) દ્વારા ભારે ઉતપાત મચાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારે રાત્રે ૧૧ થી ૧૨ વાગ્યાની વચ્ચે પુરઝડપે દોડતી આ ગાડીએ ગરબી માટે મૂકેલી ખુરશીઓને હડફેટે લીધી હતી, જો કે સદનસીબે એક ખુરશીમાં બેઠેલા બાળકનો આબાદ બચાવ થયો હતો. આ બેદરકાર ચાલકે આગળ જતાં રસ્તા પર ઊભેલા એક યુવાનને પણ અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્કોર્પિયોની પાછળ બાઈક પર ત્રણ શખ્સો પીછો કરતા પણ નજરે પડે છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને રસ્તાઓ સીલ કરીને ગાડીને કબજે કરી લીધી છે. જોકે, ચાલક ભાગ છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીમાંથી ચાવી અને એક મોબાઈલ ફોન કબજે કરી સ્કોર્પિયો ચાલક તેમજ તેનો પીછો કરનારા શખ્સોની શોધખોળ સઘન બનાવી દીધી છે.
ભવાની ચોકમાં રાત્રે મચેલી દોડધામનો પર્દાફાશ!
મોરબીના ભવાની ચોક વિસ્તારમાં રાત્રે પૂરઝડપે દોડીને ગરબીની ખુરશીઓ અને બાળકને હડફેટે લેતા બચાવનાર બેફામ સ્કોર્પિયો ગાડીને પોલીસે કબજે કરી લીધી છે. ચાલક ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની અને પીછો કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.