Loading Please Wait !!!
ભગવાનપર ગામે યુવાનનું શંકાસ્પદ મોત, પંથકમાં ચર્ચા!

 

  • લીંબડીના ભગવાનપર ગામે યુવાનનું શંકાસ્પદ મોત થયું.

  • ખેતરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાન મળી આવ્યો.

  • 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલે ખસેડાયા.

સિટી ન્યુઝ @ લીંબડી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભગવાનપર ગામે શંકાસ્પદ સંજોગોમાં એક યુવાનનું મોત નીપજવાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ભગવાનપર ગામના એક ખેતરમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ૧૦૮ના પાયલોટ વિરૂભા અને ઈએમટી કિશનભાઈ ભડીયાદરા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવાન રાજુભાઈને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનના આકસ્મિક અને શંકાસ્પદ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

લીંબડી પંથકમાં અરેરાટી ફેલાવતી આત્મહત્યાની ઘટના સામે આવી!

લીંબડી તાલુકાના ભગવાનપર ગામના ખેતરમાં એક યુવાને ગળેફાંસો ખાઈ લેતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ શંકાસ્પદ મોતને લઈને પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.