Loading Please Wait !!!
બોલિવૂડ બ્યુટી કેટરિના કૈફ હવે ઓટીટી સ્પેસ ગજવશે! આ વર્ષે વેબ સિરીઝથી કરી શકે છે શ્રીગણેશ

  • મજબૂત કન્ટેન્ટ અને અલગ હટકે પાત્રો ભજવવા કેટરિનાએ કમર કસી, મેકર્સમાં ભારે ઉત્સાહ
  • ગયા વર્ષે નવેમ્બરમાં આપ્યો હતો પુત્ર વિહાન કૌશલને જન્મ, હવે નવા પ્રોજેક્ટ્સ પર નજર
  • ગ્લેમરસ રોલ્સ છોડીને હવે માત્ર પાવરફુલ કન્ટેન્ટ આધારિત ભૂમિકાઓ પર ફોકસ કરશે કેટ

સિટી ન્યુઝ @ @ મુંબઈ

 બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી કેટરિના કૈફ મમ્મી બન્યા પછી હવે ટૂંક સમયમાં જ પોતાની શાનદાર કરીઅરમાં એક તદ્દન નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અંદરના અહેવાલો અને રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દીકરા વિહાન કૌશલના જન્મ બાદ મેળવેલા મેટરનિટી બ્રેક પછી હવે કેટરીના સિલ્વર સ્ક્રીન પર ધમાકેદાર કમબેક કરવાની તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. કેટરિનાની વાપસીના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તેના ચાહકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી નિકટની માહિતી અને અટકળો પ્રમાણે, કેટરિના કૈફ આ વખતે કોઈ પરંપરાગત બોલિવૂડ મસાલા ફિલ્મથી નહીં, પરંતુ એક બહુ જ મોટા બજેટના ઓટીટી (OTT) પ્રોજેકટ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનું પાવરફુલ ડેબ્યુ કરી શકે છે. જોકે, આ મેગા ડિજિટલ ડેબ્યુ અને પ્રોજેક્ટના નામ વિશે હજુ સુધી કેટરિના કે સંબંધિત પ્રોડક્શન હાઉસ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગલિયારાઓમાં આ વાતને લઈને અત્યારથી જ ભારે ચર્ચા જાગી છે.

સૂત્રોનું માનીએ તો, માતા બન્યા બાદ કેટરિના કૈફના નજરીયામાં પણ મોટો બદલાવ આવ્યો છે. તે હવે પોતાની સેકન્ડ ઇનિંગ્સમાં એવા જ પ્રોજેકટસ અને સ્ક્રિપ્ટ પસંદ કરવા માગે છે, જેમાં મજબૂત કન્ટેન્ટ હોય, અભિનયને પૂરતો સ્કોપ મળે અને તેના પાત્રો અત્યાર સુધી ભજવેલી ભૂમિકાઓ કરતાં તદ્દન અલગ પ્રકારના અને પડકારજનક હોય. વેબ સ્પેસમાં કન્ટેન્ટ ઓરિએન્ટેડ કામ કરીને કેટરિના ઓટીટી પ્લેટફોર્મ પર પણ પોતાનો સિક્કો જમાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ દેખાઈ રહી છે.