રાજકોટ શહેર પોલીસમાં 53 PSIની સામૂહિક બદલી
વહીવટી સરળતા અને કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવા શહેર પોલીસમાં આંતરિક ફેરબદલ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા વહીવટી સરળતા અને પોલીસ તંત્રની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે શહેરમાં ફરજ બજાવતા ૫૩ બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટરો (PSI)ની તાત્કાલિક અસરથી આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યા છે. આ સામૂહિક બદલી બાદ શહેર પોલીસ બેડામાં નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે. આ ફેરબદલ અંતર્ગત બી ડિવિઝન, ભક્તિનગર, ગાંધીગ્રામ, થોરાળા, કુવાડવા રોડ, માલવિયાનગર, પ્રદ્યુમનનગર, આજીડેમ અને એ ડિવિઝન સહિતના વિવિધ પોલીસ મથકોના પીએસઆઈની અરસપરસ બદલી કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW), ટ્રાફિક બ્રાન્ચ અને એરપોર્ટ પોલીસ સહિતની વિશેષ શાખાઓમાં પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. શહેર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને બદલવાથી કામગીરીમાં નવી ઉર્જા અને વધુ અસરકારક સંકલન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ વિવિધ પોલીસ મથકો અને વિશેષ શાખાઓ વચ્ચે માનવબળનું સંતુલન જળવાઈ રહે તે હેતુ પણ આ બદલીઓ પાછળ રહેલો છે.
પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવી ફરજના સ્થળે હાજર થવાનું રહેશે. આ ફેરબદલને શહેર પોલીસ તંત્રમાં વર્ષના સૌથી મોટા આંતરિક બદલી આદેશોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.
| બિ.હ.પો.સ.ઈ.નું નામ | હાલની ફરજનું સ્થળ | બદલીવાળું સ્થળ |
| એ.વી.ચૌધરી | બી ડીવીઝન | રાજકોટ તાલુકા |
| કે.પી.જાદવ | બી ડીવીઝન | ટ્રાફિક |
| એસ.એન.રમોટા | બી ડીવીઝન | ગાંધીગ્રામ-૨ (યુની) |
| એમ.એન. પીઠીયા | બી ડીવીઝન | ગાંધીગ્રામ |
| ડી.બી. ગઢે | બી ડીવીઝન | માલવિયાનગર |
| બી.પી.ભગોરા | કુવાડવા રોડ | પ્ર.નગર |
| એ.વી.ઝાલા | કુવાડવા રોડ | ગાંધીગ્રામ |
| એ.એ.બારોટ | કુવાડવા રોડ | માલવિયાનગર |
| એમ.જી.સોલંકી | કુવાડવા રોડ | થોરાળા |
| એમ.એન.વસાવા | ભક્તિનગર | બી ડીવીઝન |
| જે.જે.ગોહિલ | ભક્તિનગર | માલવિયાનગર |
| સી.ડી.અજોડીયા | ભક્તિનગર | સાયબર ક્રાઈમ |
| બી.આર. પરમાર | ભક્તિનગર | ટ્રાફિક |
| એમ.એસ.મહેશ્વરી | થોરાળા | ગાંધીગ્રામ |
| એચ.ટી.જીજાળા | થોરાળા | એ ડીવી |
| એન.આર.ડોબરીયા | થોરાળા | બી ડીવી |
| ડી.કે.ધાંધલા | થોરાળા | આજીડેમ |
| એ.પી.શાન | થોરાળા | પ્ર.નગર |
| એ.આર.રાઠોડ | આજીડેમ | થોરાળા |
| એસ.વી.ગોહિલ | આજીડેમ | ગાંધીગ્રામ |
| વી.એમ.બરવડીયા | આજીડેમ | ભક્તિનગર |
| આર.એમ.સાખરા | આજીડેમ | ગાંધીગ્રામ-૨ (યુની) |
| એચ.આર.મકવાણા | એ ડીવીઝન | કુવાડવા |
| એચ.એન.જેઠવા | એ ડીવીઝન | બી ડીવીઝન |
| એસ.એમ.રાણા | એ ડીવીઝન | ડી.સી.બી. |
| બી.આર.સાવલીયા | એ ડીવીઝન | થોરાળા |
| એ.એચ.ઝાલા | એ ડીવીઝન | સાયબર ક્રાઈમ |
| જે.બી.રાણીંગા | પ્ર.નગર | ભક્તિનગર |
| જે.એમ.જાડેજા | પ્ર.નગર | આજીડેમ |
| એસ.વી.જાડેજા | ગાંધીગ્રામ | કુવાડવા રોડ |
| ટી.ડી.જાડેજા | ગાંધીગ્રામ | થોરાળા |
| પી.બી.વારોતરીયા | ગાંધીગ્રામ | ભક્તિનગર |
| પી.બી.પટેલ | ગાંધીગ્રામ | કુવાડવા રોડ |
| વી.ડી.સવલીયા | ગાંધીગ્રામ | ડી.સી.બી. |
| વી.જી.ડોડીયા | ગાંધીગ્રામ-૨ (યુની) | આજીડેમ |
| ડી.વી.શકેરા | ગાંધીગ્રામ-૨ (યુની) | થોરાળા |
| એ.જે. લાહીયા | ગાંધીગ્રામ-૨ (યુની) | અરજી શાખા |
| વી.આર.ઝાલા | માલવિયાનગર | EOW |
| આર.આર.કોઠીયા | માલવિયાનગર | ગાંધીગ્રામ-૨ (યુની) |
| પી.વી.ડોડીયા | માલવિયાનગર | સાયબર ક્રાઈમ |
| કે.એચ.કારેણા | રાજકોટ તાલુકા | એ ડીવીઝન |
| બી.વી.સરવૈયા | રાજકોટ તાલુકા | એરપોર્ટ |
| એસ.પી.ચુડાસમા | ડી.સી.બી. | એલ.સી.બી.-૨ |
| આર.કે.ગોહિલ | ડી.સી.બી. | AHTU |
| કે.બી.વરીયા | સાયબર ક્રાઈમ | એ ડીવીઝન |
| જી.કે.રાઠોડ | સાયબર ક્રાઈમ | એરપોર્ટ |
| વી.કે.ઝાલા | SOG | એ ડીવીઝન |
| બી.વી.ચુડાસમા | AHTU |