Loading Please Wait !!!
સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જાપ-વ્યાખ્યાન યોજાશે

=> પૂજ્ય ભારતીબાઈ મહાસતીજીના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમ, સમાજજનોને ઉપસ્થિત રહેવા અપીલ

સિટી ન્યૂઝ@રાજકોટ

રેશકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા. ૧૨ જૂનના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ વાગ્યા દરમિયાન જાપ અને વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગોંડલ સંપ્રદાયના હીરાબાઈ સ્વામીના સુશિષ્ય પૂજ્ય ભારતીબાઈ મહાસતીજીના સાનિધ્યમાં યોજાશે. કાર્યક્રમમાં ધાર્મિક જાપ, આધ્યાત્મિક પ્રવચન અને સ્મૃતિ અર્પણ કરવામાં આવશે.

રેશકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી સી.એમ. શેઠ, દિલીપભાઈ શેઠ, રાજકોટ આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ નાગદાનભાઈ ગોહિલે સમાજના તમામ લોકોને આગેવાન આનંદભાઈ જાની તથા સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા અપીલ કરી છે. કાર્યક્રમ રેશકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, શેરી નં. ૧, જૂના એરપોર્ટ રોડ ફાટક પાસે, રાજકોટ ખાતે યોજાશે.