Loading Please Wait !!!
સપના ચૌધરીને પતિ વીરે લગધારી નાંખી

 

હરિયાણવી સ્ટાર સપના ચૌધરીના છૂટાછેડાની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. સપનાએ તેના પતિ વીર સાહુ (યશવીર સાહુ) પર ઘરેલું હિંસાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સપના દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે તેના પતિને સપનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. હરિયાણવી સિંગર, ડાન્સર અને એક્ટ્રેસ સપના ચૌધરીને ઘરેલું હિંસાના કેસમાં મોટી કાનૂની રાહત મળી છે.

દિલ્હીની દ્વારકા મહિલા કોર્ટે સપના ચૌધરીને વચગાળાની સુરક્ષા પૂરી પાડી છે અને તેના પતિ યશવીર સાહુને તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવા કે તેની નજીક આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ સપનાની આગામી ફિલ્મ 'મોમાકૂ' ના પ્રીમિયરના બરાબર પહેલા આવ્યો છે. કોર્ટ યશવીર સાહુને સપનાના ઘર, ઓફિસ અને ફિલ્મ પ્રીમિયરના સ્થળે પણ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ આગામી સુનાવણી સુધી લાગુ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી સપનાના લગ્નજીવનમાં ખટપટ ચાલી રહી હોવાના અહેવાલો હતા.