Loading Please Wait !!!
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની વાત માત્ર અફવા: કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર ચાલતા સમાચારોને ગણાવ્યા ‘ફેક ન્યૂઝ’

 

  • પેટ્રોલિયમ મંત્રાલયનો ખુલાસો- ભાવ વધારવાનો કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી; ગભરાવાની જરૂર નથી

  •  જાણીજોઈને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ; મંત્રાલયે 'X' પર પોસ્ટ કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ

  •  આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવા છતાં ભારત સરકાર અને ઓઇલ કંપનીઓએ ભાવ વધારાનો બોજ રોક્યો

    સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો હોવાની વાતો વહેતી થઈ છે, જેના પર કેન્દ્ર સરકારે હવે સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ભાવ વધારાના આ તમામ અહેવાલો તદ્દન ખોટા, પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા છે.

    ગભરાટ ફેલાવનારાઓ સામે લાલ આંખ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટ કર્યું હતું કે, આ પ્રકારના સમાચાર જાણીજોઈને લોકોમાં ડર અને ગભરાટ ફેલાવવાના હેતુથી વહેતા કરવામાં આવ્યા છે. સરકાર પાસે અત્યારે ભાવ વધારવા માટેનો કોઈ જ પ્રસ્તાવ નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ ભ્રામક મેસેજ કે વીડિયો પર વિશ્વાસ ન કરવો અને સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતીને જ સાચી માનવી.

    વૈશ્વિક અસ્થિરતા છતાં ભાવ સ્થિર સરકારે વધુમાં ઉમેર્યું કે, ભારત દુનિયાના એવા જૂજ દેશોમાંનો એક છે જ્યાં છેલ્લા ૪ વર્ષથી ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં, કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓએ જનતા પર તેનો બોજ પડવા દીધો નથી. અત્યારે પણ સરકારની નીતિ ભાવ સ્થિર રાખવાની જ છે, તેથી જનતાએ નિશ્ચિંત રહેવું જોઈએ.