ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે કેન્દ્રનો માસ્ટર પ્લાન: ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી’ ના ગઠનની જાહેરાત, 1 મે થી દેશભરમાં નવા નિયમો લાગુ
-
OGAI દ્વારા ગેમ્સનું થશે વર્ગીકરણ; સર્ટિફિકેટની વેલિડિટી 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરાઈ
-
વહીવટી બોજ ઘટશે અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને વેગ મળશે; આઈટી સચિવ એસ. કૃષ્ણની મહત્વની જાહેરાત
-
વહીવટી બોજ ઘટશે અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને વેગ મળશે; આઈટી સચિવ એસ. કૃષ્ણની મહત્વની જાહેરાત
ભારતમાં સતત વધી રહેલા ઓનલાઇન ગેમિંગ માર્કેટને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે કેન્દ્ર સરકારે ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (OGAI) ના ગઠન માટેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. ‘ઓનલાઇન ગેમિંગ રેગ્યુલેશન એક્ટ-૨૦૨૫’ અંતર્ગત આ નવી વ્યવસ્થા ૧ મે, ૨૦૨૬ થી સમગ્ર દેશમાં અમલી બનશે. સરકારના આ પગલાથી ગેમિંગ સ્ટાર્ટઅપ્સને મોટી રાહત મળવાની અપેક્ષા છે.
ઉદ્યોગ માટે ‘લાઇટ-ટચ’ રેગ્યુલેશન આઈટી સચિવ એસ. કૃષ્ણના જણાવ્યા અનુસાર, સરકાર ગેમિંગ ઉદ્યોગ પર બિનજરૂરી વહીવટી બોજ નાખવા માંગતી નથી, તેથી ‘લાઇટ-ટચ’ એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. ગેમિંગ કંપનીઓ માટે સર્ટિફિકેટની વેલિડિટી ૫ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરી દેવામાં આવી છે. સૌથી મોટી રાહત એ છે કે જે ગેમ્સમાં વાસ્તવિક નાણાંની લેવડ-દેવડ (Non-real money games) નથી થતી, તેમણે હવે કોઈ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં.
યુઝર્સની સુરક્ષા અને ફરિયાદ નિવારણ નવા નિયમોમાં યુઝર્સની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ફરિયાદ નિવારણ માટે ‘ટુ-ટાયર ગ્રીવાન્સ રિડ્રેસલ’ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ઓથોરિટીમાં ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ હશે, જે રાષ્ટ્રીય સુરક્ષા કે નિયમોનું ઉલ્લંઘન કરતી ગેમ્સને બ્લોક કરવાની સત્તા ધરાવશે. ૨,૫૦૦ જેટલા હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવેલા આ નિયમો આગામી સમયમાં ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.