Loading Please Wait !!!
બોમ્બે હાઈકોર્ટે જાહેર રસ્તા પર ફટાકડા પ્રતિબંધિત કર્યા.

  • પ્રદૂષણ વધવાથી મુંબઈ જેવા શહેરો ગેસ ચેમ્બર બન્યા.

  • ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવાઈ નથી.

  • તહેવારોના સરઘસોમાં થતા અવાજ અને પ્રદૂષણ પર રોક.

 સિટી ન્યુઝ @ મુંબઈ

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આપેલા એક મહત્ત્વપૂર્ણ આદેશમાં જાહેર રસ્તાઓ, ગલીઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ સમગ્ર વર્ષ દરમિયાન લાગુ કરી દીધો છે. આ પ્રતિબંધ નવરાત્રી, દિવાળી, ક્રિસમસ અને અન્ય તમામ તહેવારો તેમજ સરઘસો દરમિયાન લાગુ રહેશે. જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોકલેની ખંડપીઠે તહેવારોમાં થતા ધ્વનિ અને વાયુ પ્રદૂષણને ગંભીરતાથી લેતા આ નિર્દેશ આપ્યો છે.

કોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી નાગરિકો પરિસ્થિતિની ગંભીરતા નહીં સમજે ત્યાં સુધી શહેરો ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જશે. અગાઉ ગણેશોત્સવ દરમિયાન આપવામાં આવેલા આદેશનો વ્યાપ વધારીને હવે તેને આખું વર્ષ અમલમાં મૂકવામાં આવ્યો છે. સાથે જ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, BMC અને MPCBને જાગૃતિ અભિયાન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા શરૂ કરવા આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, અને આ મામલાની આગામી સુનાવણી ૨૫ નવેમ્બરે હાથ ધરાશે.

 ઉત્પાદન ચાલુ રહેશે પણ રસ્તા પર ફટાકડા ગાયબ!

બોમ્બે હાઈકોર્ટે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે જાહેર રસ્તાઓ અને ગલીઓમાં ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ આખું વર્ષ લાગુ કરી દીધો છે. નવરાત્રી, દિવાળી અને ક્રિસમસ જેવા તહેવારોમાં પણ રસ્તા પર ફટાકડા નહીં ફૂટી શકે, જો કે ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર કોઈ રોક લગાવવામાં આવી નથી.