કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સના દરોમાં ફેરફાર કર્યો. પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ વધીને 2.50 થયો.
-
ડીઝલ નિકાસ ટેક્સ ઘટીને 8.50 રૂપિયા કરાયો.
-
ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલ ભાવ યથાવત.
-
આંતરરાષ્ટ્રીય બજારના સ્થિતિ મુજબ સમીક્ષા કરાઈ છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સ (અપ્રત્યાશિત કર)ના દરોમાં મોટો ફેરફાર કર્યો છે. ૧૬ ઓક્ટોબર ૨૦૨૬થી અમલમાં આવેલી નવી વ્યવસ્થા મુજબ, સરકાર દ્વારા પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ વધારીને ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે, જ્યારે ડીઝલની નિકાસ પરના ટેક્સમાં મોટો ઘટાડો કરીને તેને ૧૬ રૂપિયાથી ઘટાડીને ૮.૫૦ રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. જોકે, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના નિકાસ શુલ્કમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સામાન્ય નાગરિકોના મનમાં આ ફેરફારને લઈને સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું દેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે? તો આ અંગે સ્પષ્ટતા એ છે કે આ નવો ટેક્સ ફેરફાર માત્ર 'નિકાસ' (Export) પર જ લાગુ થાય છે, તેથી દેશમાં ઘરેલુ વપરાશ માટે મળતા પેટ્રોલ-ડીઝલની કિંમતો પર તેની કોઈ સીધી અસર પડશે નહીં અને મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવના ઉતાર-ચઢાવ પર નજર રાખવા માટે સરકાર દર ૧૫ દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરતી હોય છે. ભારતમાં જુલાઈ ૨૦૨૨માં પ્રથમવાર આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં માર્ચ ૨૦૨૬માં મધ્ય પૂર્વના તણાવ તેમજ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળાને કારણે તેને ફરીથી અમલમાં મૂકવામાં આવ્યો હતો.
- નિકાસકારો માટે મોટા સમાચાર, ટેક્સના દરોમાં ફેરફાર થયો!
કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ વધારીને ૨.૫૦ રૂપિયા અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડીને ૮.૫૦ રૂપિયા પ્રતિ લીટર કરી દીધો છે. આ ફેરફાર માત્ર નિકાસ પર લાગુ થતો હોવાથી દેશમાં ઘરેલુ વપરાશના પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેની કોઈ અસર પડશે નહીં.