Loading Please Wait !!!
કેન્દ્રીય મંત્રીમંડળે દિવ્યાંગતા પેન્શનના નિયમો બદલ્યા. દિવ્યાંગતા પેન્શન માટે હવે 40 ટકા માપદંડ.

 

  • કેન્દ્રીય મંત્રીમંડળે દિવ્યાંગતા પેન્શનના નિયમો બદલ્યા.

  • દિવ્યાંગતા પેન્શન માટે હવે 40 ટકા માપદંડ.


સિટી ન્યુઝ @ નવી દિલ્હી

 

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અંતર્ગત રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવામાં આવશે, જ્યારે દિવ્યાંગતા પેન્શન માટેના માપદંડમાં મોટો ફેરફાર કરીને તેને ૮૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા કરી દેવામાં આવ્યો છે અને તેની ન્યૂનતમ વયમર્યાદા જન્મથી લાગુ કરવામાં આવી છે.

મંત્રીમંડળના આ નિર્ણયો અંગે માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના ૧૧,૭૭૦ રેલ કર્મચારીઓને ૭૮ દિવસના બોનસ પેટે મહત્તમ ૧૭,૯૫૧ રૂપિયાનું પેમેન્ટ મળશે, જેના પર સરકાર ૨,૦૦૯.૬૧ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ ઉપરાંત, દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ૨૦૧૬ની જોગવાઈઓને અનુરૂપ દિવ્યાંગતા પેન્શનના માપદંડ સરળ બનાવવામાં આવ્યા છે અને સહાયતાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સાથે જ રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમનું નામ બદલીને 'પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના' કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત આવતી વૃદ્ધાવસ્થા, વિધવા તેમજ દિવ્યાંગતા પેન્શન યોજનાઓના નામમાં પણ ફેરફાર કરીને તેને પ્રધાનમંત્રી યોજનાઓ તરીકે પુનઃનામાંકિત કરવામાં આવી છે. આ નવા નિયમો આગામી ત્રણ મહિનામાં અમલમાં આવશે.

યોજનાઓના નામો બદલાયા, શું જનતાને મળશે વાસ્તવિક રાહત?

કેન્દ્રીય મંત્રીમંડળે દિવ્યાંગતા પેન્શન યોજનામાં મોટો ફેરફાર કરીને પાત્રતા માપદંડ ૮૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા કરી દીધો છે અને તેને જન્મથી લાગુ કર્યો છે. આ સાથે રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસના બોનસ અને અનેક કલ્યાણકારી યોજનાઓના નામ બદલવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.