Loading Please Wait !!!
માત્ર મોબાઈલ નહીં આ કુટેવો પણ આંખ બગાડે છે. આંખ ખંજવાળવાથી ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય.

  • ઓછું પાણી પીવાથી આંખોમાં ડ્રાયનેસ વધી જાય.

  • અધુરી ઊંઘ લેવાથી આંખો પર પ્રેશર વધે.

  • ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખના સ્નાયુ ખેંચાય.

 

સિટી ન્યુઝ @ અમદાવાદ

આપણી આંખોની નબળાઈ કે નંબર વધવા માટે હંમેશા માત્ર મોબાઈલ, લેપટોપ કે ટીવી જેવી સ્ક્રીનને જ જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ રોજિંદા જીવનની કેટલીક કુટેવો પણ આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તબીબી અહેવાલો મુજબ, સ્ક્રીન ટાઈમ ઉપરાંત આપણી દિનચર્યાની ૬ એવી આદતો છે જે આંખોની રોશની છીનવી શકે છે અને નંબર વધારી શકે છે:

૧. આંખ ખંજવાળવી: હાથ ધોયા વિના કે ભારપૂર્વક આંખ રગડવાથી કે ખંજવાળવાથી કોર્નિયા નબળો પડે છે અને ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ૨. ઓછું પાણી પીવું: શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન) થવાથી આંખોમાં ડ્રાયનેસ (શુષ્કતા) વધે છે, જેનાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ૩. અધુરી ઊંઘ અને ઉજાગરા: મોડી રાત સુધી જાગવાથી અને પૂરતી ઊંઘ ન લેવાથી આંખોની માંસપેશીઓ પર તાણ આવે છે અને રિકવરીમાં અડચણ આવે છે. ૪. ઓછા પ્રકાશમાં વાંચવું કે લખવું: ઓછા પ્રકાશમાં ઝીણવટભર્યા કામ કરવાથી આંખના સ્નાયુઓ પર વધારે પ્રેશર પડે છે, જેનાથી માથાનો દુખાવો અને સ્ટ્રેસ વધે છે. ૫. તડકામાં આંખ કવર ન કરવી: સૂર્યના હાનિકારક યુવી (UV) કિરણોથી બચવા માટે સનગ્લાસિસ વગર તડકામાં ફરવાથી આંખને નુકસાન થાય છે. ૬. પોષણયુક્ત આહારનો અભાવ: પૌષ્ટિક આહાર અને જરૂરી પોષક તત્વોની ઉણપ હોવાથી આંખનું સ્વાસ્થ્ય જોખમાય છે.