અહીં શાકભાજી કરતાં નોટોના ઠગલા વધુ જોવા મળે છે!
સોમાલીલેન્ડમાં નાની ખરીદી માટે પણ થેલાભર ચલણી નોટો લઈને બજારમાં જવું પડે છે
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
આજના સમયમાં દુનિયાના મોટાભાગના દેશોમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં પણ UPIએ રોકડ વ્યવહારની જરૂરિયાત ઘણી ઓછી કરી નાખી છે. પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં એક એવો દેશ છે, જ્યાં લોકો ડિજિટલ પેમેન્ટ એટલા બહાર નીકળવું લગભગ અશક્ય છે. આ માટે કરે છે, કેમ કે ત્યાં રોકડ લઈને માર્કેટમાં ફળ-શાકભાજીથી વધુ નોટોના બંડલ જોવા મળે છે. નાની ખરીદી માટે પણ લોકોને થેલા ભરીને નોટો લઈ જવી પડે છે. આવો જાણીએ આ અનોખા દેશ અને તેના નવાઈ પમાડે એવા નોટ બજારની કહાની વિશે.
અમે વાત કરી રહ્યા છીએ સોમાલીલેન્ડની, જે ઉત્તર આફ્રિકામાં અદનની ખાડી પાસે આવેલો છે. વર્ષ ૧૯૯૧માં આ વિસ્તારે પોતાને સોમાલિયાથી અલગ જાહેર કર્યો હતો. જો કે, આજે પણ સંયુક્ત રાષ્ટ્ર સહિત દુનિયાના મોટાભાગના દેશોએ તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી નથી. આશરે ૪૦ લાખની વસ્તી વાળો આ વિસ્તાર પોતાને એક સ્વતંત્ર ગણરાજ્ય માને અને પોતાની સરકાર તેમજ વહીવટી તંત્ર પણ પોતે જ ચલાવે છે.
સોમાલીલેન્ડનું સત્તાવાર ચલણ સોમાલીલેન્ડ શિલિંગ છે. પરંતુ તેની કિંમત એટલી ઓછી છે કે, એક અમેરિકન ડોલરના બદલે આશરે ૯ હજાર શિલિંગ આપવા પડે છે. અહીં ૫૦૦ અને ૧૦૦૦ શિલિંગની નોટો સૌથી વધુ ચાલે છે. એ જ કારણ છે કે, જો કોઈ વ્યક્તિને રોજિંદા વપરાશ માટે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તેને નોટોના મોટા મોટા બંડલ સાથે લઈને જવું પડે છે. સોમાલીલેન્ડની બજારોનો સૌથી અનોજો નજારો એ જ છે, અહીં ફળ અને શાકભાજીથી વધુ નોટોના ઠગલા જોવા મળે છે. જો કોઈ એક સિગારેટ ખરીદવી હોય, તો પણ ૫૦૦ કે ૧૦૦૦ શિલિંગની નોટ આપવી પડે છે. જ્યારે એક થેલો ભરીને શાકભાજી ખરીદવા માટે લોકોને નોટોથી ભરેલો થેલો લઈને બજારમાં જવું પડે છે. જો કોઈ મોટા ઘરના કે મોટી ખરીદી કરવા માંગે તો નોટોના બંડલ ભરીને ટ્રકમાં લઈને જવું પડે એવી નોબત આવી શકે.