Loading Please Wait !!!
ન્યુ રાજકોટના હાઈરાઈઝ બિલ્ડીંગમાં બેફામ પાણી ચોરી પર તંત્રની તવાઈ

» મવા, મવડી અને નવા રિંગ રોડ વિસ્તારમાં ગુપ્ત ચેકિંગ; મુખ્ય લાઈનના વાલ્વ ખોલી પાણી ખેંચવાના કિસ્સા સામે આવ્યા, જનરલ બોર્ડમાં રિપોર્ટ રજૂ થશે
સીટી ન્યૂઝ@રાજકોટ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ એપાર્ટમેન્ટોમાં પીવાના પાણીની ગેરકાયદે ચોરી સામે રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગે સઘન ગુપ્ત ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. મવા, મવડી અને નવા રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય પાણીની લાઈનના વાલ્વ સાથે ચેડાં કરી વધુ પાણી ખેંચવાના અનેક કિસ્સા સામે આવતાં તંત્રએ કાર્યવાહી વધુ કડક બનાવી છે. સમગ્ર કાર્યવાહીનો અહેવાલ આગામી જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.