Loading Please Wait !!!
કોઠારિયાના નામચીન ગુનેગાર સાગર કાલિયા પાસામાં ધકેલાયો

 

સીટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે થાલી રહેલી ઝુંબેશ હેઠળ આજીડેમ પોલીસે કોઠારિયાના રીઢા ગુનેગાર સાગર દીપક કાલિયા (ઉં. ૩૦) સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જયનગર મફતીયાપરા, કોઠારિયા મેઈન રોડ વિસ્તારમાં રહેતા આરોપી સામે પાસા હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીના સતત ગુનાહિત ઈતિહાસને ધ્યાને લઈ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા વોરંટ ઈસ્યુ કર્યું હતું. આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન. પટેલ અને તેમની ટીમે વોરંટની અમલવારી કરીને આરોપીની અટકાયત કરી તેને ભુજ જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.