Loading Please Wait !!!
હત્યાના ગુનામાં સગીર બાળ સંરક્ષણ ગૃહમાં એક આરોપી સોમવાર સુધી રિમાન્ડ પર

 

» ક્રાઈમ બ્રાન્ચે દેવળીયા ગામેથી વધુ એક હથિયાર, આઠ કાર્ટિસ કબજે કર્યા » હથિયારમાંથી મીસફાયર થતા ઘવાયેલો આરોપી સારવારમાં: ડિસ્ચાર્જ બાદ કબજો લેવાશે

સીટી ન્યૂઝ@રાજકોટ

નાનામવા ગામે બાઈક ધીમે ચલાવવા મામલે ઠપકો આપનાર યુવકની ગોળી મારી હત્યાના ગુનામાં પોલીસે નવલનગરમાં રહેતા શખ્સ અને તેના સગીર સહિત બે પુત્રની અટકાયત કરી સગીરને બાળ સંરક્ષણ ગૃહને હવાલે કરી પિતા-પુત્રને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તેની પાસેથી બે હથિયાર અને ૮ કાર્ટિસ કબજે કરી હત્યાના ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેમજ ગેરકાયદે હથિયાર કોણે આપ્યું ? સહીતની પૂછતાછ કરી હતી. તેમજ ફાયરિંગ વેળાએ મીસ ફાયરમાં આરોપી ઘાયલ થયો હોય તેને સારવાર માટે ખસેડાયો છે. રજા આપ્યા બાદ તેની ઓળખ પરેડ કરવાની અને ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કરવાની કાર્યવાહી કરી છે.

નાનામવા ગામમાં રહેતા અને ધાગધ્રા હોટલ ચલાવતા કૃષ્ણસિંહ હસ્તેવસિંહ જાડેજા (ઉ.વ. ૩૦)ની તેમના ઘર પાસે જ ગોળી મારી હત્યા નિપજાવી નાસી ગયેલા નવલનગરના રણજીત નાજાભાઈ વાળા, તેના પુત્ર રાજવીર (ઉ.વ. ૧૬) ઉપરાંત એક સગીર પુત્રની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ક્રાઈમ બ્રાન્ચે સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ સામે નક્કર પુરાવા એકત્ર કરવા કવાયત શરૂ કરાઈ છે. સગીર આરોપીને બાળ સંરક્ષણ ગૃહમાં આપવામાં આવ્યો છે, જ્યારે રણજીત અને તેના પુત્ર રાજવીર વાળાના ૧૦ દિવસના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમા કોર્ટે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે રણજીત પાસેથી મળી આવેલ હથિયાર ક્યાથી લાવ્યો ? તેમજ આ ગુનામાં વધુ કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ ? તે અંગે પૂછતાછ કરી હતી તેમજ ઘટના વખતે મિસ ફાયર થતાં મુખ્ય આરોપી રણજીત વાળા પણ ઘાયલ થયો આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ જણાવ્યું હતું કે, તેના દીકરાનો ફોન આવતા તે પોતાની પિસ્તોલ લઈને ગાડીમાં મોકાજી સર્કલ પાસે ગયો હતો,

જ્યાં દીકરાઓએ સામે ઝઘડો કરનાર વ્યક્તિ બતાવી હતી. રણજીતે પોતાની પિસ્તોલમાંથી સામેવાળા પર ફાયરિંગ શરૂ કર્યું ત્યારે દરમિયાનમાં કૃષ્ણસિંહે તેને ધક્કો માર્યો હતો, જેના કારણે રણજીત નીચે પડી ગયો હતો. આ ઝપાઝપી દરમિયાન રણજીતના હાથમાં રહેલી પિસ્તોલમાંથી મિસ ફાયરિંગ થતાં ગોળી તેના પોતાના જ ડાબા પગના ઘૂંટણના ભાગે વાગી ગઈ હતી. હાલ તે પણ પોલીસ કસ્ટી હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી સારવાર પૂર્ણ થયા બાદ તેની પાસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.