વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ પલટી : 15નાં મોત
ફુ કવોક ટાપુ નજીક પલટી બોટમાં 32 ભારતીયો સવાર હતા, બચાવ અભિયાન યથાવત; દૂતાવાસે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
સીટી ન્યૂઝ@હનોઈ
વિયેતનામના ફુ કવોક ટાપુ નજીક શનિવારે ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ દરિયામાં પલટી ગઈ. ભારતીય દૂતાવાસે આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે અને શોધખોળ તથા બચાવ અભિયાન ચાલુ છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં ૩૨ ભારતીય પ્રવાસીઓ સવાર હતા. તેમાંથી ૧૮ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ૧૪ની શોધખોળ ચાલુ છે.
વિયેતનામ હો ચી મિન્હ શહેરમાં સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ઘટનાની સાચી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અહીં મુસાફરોની મદદ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. તેનો સંપર્ક કરવા માટે હેલ્પલાઈન નંબર +૮૪ ૩૫ ૨૮૧ ૭૯૩૦, +૮૪ ૯૧ ૫૫૨ ૩૭ ૧૪ અને +૮૪ ૩૩ ૪૫૨ ૦૧૧૪ જાહેર કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ હનોઈ સ્થિત દૂતાવાસ અને હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય દૂતાવાસમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. બંને મિશન સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.