સોનિયા ગાંધીની ફરી તબિયત બગડી
=> હેલ્થ એલર્ટ; સારવાર માટે મેંદાતા હોસ્પિટલ ખસેડાયા
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની એક નાની મેડિકલ પ્રોસિજર થવાની છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. હાલમાં ડૉક્ટરો તેમના પેટ અને યુરિનરી ટ્રેક્ટમાં સંભવિત ઈન્ફેક્શનની તપાસ માટે આગળની તબીબી પ્રક્રિયા કરી રહ્યા છે.
અગાઉ 24 માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને નિયમિત તપાસ અને છાતી રોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ કેટલાક દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.સૂત્રો અનુસાર, સોનિયા ગાંધીને લાંબા સમયથી ઉધરસની સમસ્યા છે અને ખાસ કરીને દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તેમની આ તકલીફ વધી જાય છે, જેના કારણે તેઓ સમયાંતરે ચેકઅપ માટે આવતા રહે છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી ડિસેમ્બર 2025 માં 79 વર્ષના થઈ ચૂક્યા છે.