Loading Please Wait !!!
દેશમાં પ્રકૃતિ બેકાબુ તાપ-વરસાદનો ડબલ એટેક

=> MP, હરિયાણા, UPમાં વરસાદ સાથે વાવાઝોડું 11નાં મોત

સિટી ન્યૂઝ@નવી દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તારાજી સર્જી છે. આ કુદરતી આફતોમાં કુલ 11 લોકોના મોત થયાના અહેવાલ છે.

=> બિહાર: જમુઈ અને બાંકા જિલ્લાઓમાં વીજળી પડવાથી એક બાળકી સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. કટિહાર, ગયાજી અને જહાનાબાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 19 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ        આપ્યું છે.
=> મહારાષ્ટ્ર: સાંગલીમાં ભારે વાવાઝોડાને કારણે એક મંદિરની દીવાલ ધરાશાયી થતાં 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે.
=> કેરળ: મલપ્પુરમમાં વીજળી પડવાથી ચાર લોકોના જીવ ગયા છે.
=> ઉત્તર પ્રદેશ: બરેલી અને રામપુરમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળભરી આંધી ફૂંકાઈ હતી, જેના કારણે વીજળીના થાંભલા ઉખડી ગયા અને ઝાડની ડાળીઓ વાહનો પર પડી હતી.
=> મધ્ય પ્રદેશ: નિવાડી જિલ્લાના બીજોરમાં ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડ્યા હોવાના સમાચાર છે.
=> હરિયાણા અને પંજાબ: હરિયાણાના પિનગવામાં કરા પડ્યા છે, જ્યારે પંચકુલા, યમુનાનગર, કરનાલ અને ગુરુગ્રામમાં ભારે વરસાદ થયો છે. પંજાબના પઠાણકોટ, હોશિયારપુર અને રૂપનગરમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે.
=> હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ: પહાડી રાજ્યોમાં પણ વરસાદ અને કરા પડવાની ચેતવણી છે. હિમાચલમાં મે મહિનામાં સામાન્ય કરતાં 35% વધુ વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં વરસાદની આગાહી

=> 14 મે: પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ શકે છે. હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ સાથે કરા પડી શકે છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદની            ચેતવણી છે.

=> 15 મે: બિહાર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.


રાજસ્થાનમાં 48 ડીગ્રી તાપ
એક તરફ વરસાદ છે, તો બીજી તરફ દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે.આ રાહતની ખબર છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન-નિકોબાર સુધી પહોંચી શકે છે.

=> રાજસ્થાન: રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. બાડમેર 48.3C તાપમાન સાથે સળંગ ત્રીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે. ફલોદી (46.4C), જેસલમેર (45.8C), ચિત્તોડગઢ (45.6C) અને બીકાનેરમાં (45C) તાપમાન 45C થી            ઉપર નોંધાયું છે. હવામાન વિભાગે બુધવારે 3 જિલ્લાઓમાં હીટવેવનું 'રેડ એલર્ટ' આપ્યું છે અને લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. 15 મેના રોજ રાજ્યમાં ભીષણ લૂ ચાલવાની અને રાત્રે પણ ગરમી રહેવાની આશંકા છે.

=> મધ્ય પ્રદેશ: રતલામમાં પારો 46.5C સુધી પહોંચી ગયો છે. ઇન્દોર અને ઉજ્જૈન વિભાગના 11 જિલ્લાઓમાં આગામી 4 દિવસ હીટવેવનું એલર્ટ છે, જ્યારે ભોપાલ અને નર્મદાપુરમમાં પણ તેની અસર જોવા મળશે. 15 મેના રોજ પણ રાજ્યના          કેટલાક ભાગોમાં લૂ ચાલવાની શક્યતા છે.

=> પંજાબ અને બિહાર: પંજાબના ફરીદકોટ (43C) અને બઠિન્ડામાં (40.1C) તાપમાન વધ્યું છે. બિહારના કૈમૂરમાં પણ તાપમાન 41C નોંધાયું છે.