રાજકોટી તિરૂપતિ બાલાજીની સીધી કનેકટિવિટી: નવી ટ્રેન શરૂ
=> ભક્તો માટે રેલ ગિફ્ટ : દર મંગળવારે ટ્રેન ઉપડશે : ગુરૂવારે રિટર્ન
=> સીધી કનેક્ટિવિટી : સમય અને નાણાંની બચત
સિટી ન્યૂઝ@હરિદ્વાર : ભારતની પશ્ચિમ દિશાના છેવાડે આવેલી દ્વારકા નગરી અને દક્ષિણના પ્રસિદ્ધ તીર્થધામ તિરુપતિ બાલાજી વચ્ચે રેલવે કનેક્ટિવિટીનો નવો અધ્યાય શરૂ થયો છે. ઓખા રેલવે સ્ટેશનથી ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને સિગ્નલ આપવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ આ પ્રસંગે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ ભારત તરફ જતી આ નવી ટ્રેન સેવાને કારણે શ્રદ્ધાળુઓને ફાયદો થશે અને વેપાર તેમજ પર્યટન ક્ષેત્રે ઉછાળો આવશે.
આ ટ્રેન જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં ઊભી રહેશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મહત્ત્વના સ્ટેશનો જેમ કે નાંદેડ, નિઝામાબાદ અને કડપા થઈને તિરુપતિ પહોંચશે.
ટ્રેન નંબર 19560 (ઓખાથી તિરુપતિ) | દર સોમવારે રાત્રે 23.35 કલાકે ઓખાથી ઉપડશે. મંગળવારે વહેલી સવારે 04.00 કલાકે રાજકોટ અને બુધવારે રાત્રે 23.30 કલાકે તિરુપતિ પહોંચશે.
ટ્રેન નંબર 19559 (તિરુપતિથી ઓખા) | દર ગુરુવારે સવારે 08.15 કલાકે તિરુપતિથી રવાના થશે. શનિવારે વહેલી સવારે 05.25 કલાકે રાજકોટ અને બપોરે 11.50 કલાકે ઓખા પરત ફરશે.