કેદારનાથમાં રેકોર્ડબ્રેક દાન 1 વર્ષમાં 71 કરોડનું દાન મળ્યું
- ભક્તિનો મહાપ્રવાહ : એક વર્ષમાં 34% વૃદ્ધિ
- 2024માં 52.90 કરોડ રૂપિયાનું દાન આવ્યું હતું
- 600 કર્મચારીઓ છે વર્ષે 25 કરોડ રૂપિયા પગાર પાછળ ખર્ચ કરે છે
- મંદિર સમિતિ માત્ર કેદારનાથ જ નહીં પણ બદ્રીનાથ સહિત 47 મંદિરોનું સંચાલન કરે છે
સિટી ન્યૂઝ@હરિદ્વાર: ઉત્તરાખંડના પવિત્ર હિમાલયમાં સ્થિત કેદારનાથ મંદિર પ્રત્યે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સતત વધી રહી છે. નોઈડાના RTI કાર્યકર્તા અમિત ગુપ્તા દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારા અને સુખદ આંકડા સામે આવ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કેદારનાથ મંદિરની કુલ આવક ૭૧.૦૭ કરોડ રૂપિયા નોંધાઈ છે. આ રકમ ગયા વર્ષની સરખામણીમાં ૩૪.૩૨% વધુ છે. ગયા વર્ષે (૨૦૨૩-૨૪) આ આવક ૫૨.૯૦ કરોડ રૂપિયા હતી, જેનો અર્થ છે કે માત્ર એક જ વર્ષમાં મંદિરે ૧૮ કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી છે. આવકનો મોટો હિસ્સો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધાઓ વધારવા માટે વાપરવામાં આવે છે. કેદારનાથ જેવા દુર્ગમ વિસ્તારમાં મંદિર ખુલવા અને બંધ થવાના સમયગાળા દરમિયાન ભારે સમારકામ અને જાળવણીના કામો કરવા પડે છે, જેમાં મોટો ખર્ચ થાય છે. વીજળી, પાણી, સફાઈ અને મુસાફરો માટે રહેવા-જમવાની વ્યવસ્થા આ બજેટમાંથી જ પૂરી કરવામાં આવે છે.
આવકના મુખ્ય સ્ત્રોત: ક્યાંથી આવ્યા આટલા નાણાં?
- મંદિર સમિતિએ આપેલી માહિતી મુજબ, આ ૭૧.૦૭ કરોડ રૂપિયાની આવક માત્ર દાનપેટીમાંથી જ નથી આવી, પરંતુ તેમાં વિવિધ સેવાઓનો પણ સમાવેશ થાય છે.
- વિશેષ પૂજા: ભક્તો દ્વારા કરવામાં આવતી વિશેષ પૂજાઓમાંથી મંદિરને ૧૪.૧૮ કરોડ રૂપિયા મળ્યા છે.
- થાળી ભેટ (દાન): મંદિરમાં ધરાવવામાં આવતી થાળી અને સીધા દાન દ્વારા ૯.૫૬ કરોડ રૂપિયા એકત્ર થયા છે.
- હેલિકોપ્ટર સેવા: કેદારનાથ જવા માટે ઉપયોગમાં લેવાતી હેલિકોપ્ટર સેવાઓ દ્વારા સમિતિને ૩.૧૯ કરોડ રૂપિયાની આવક થઈ છે.
- હુંડી અને વિશેષ દાન: દાનપેટી (હુંડી) અને મોટા દાતાઓ દ્વારા કરવામાં આવેલા વિશેષ દાનમાંથી ૪.૪૬ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.
- અન્ય: યાત્રી ભોગ સેવા દ્વારા ૧.૫૬ કરોડ અને રોકાણ પરના વ્યાજ દ્વારા ૨.૭૫ કરોડ રૂપિયાની આવક થઈ છે.
- ગયા વર્ષના બાકી રહેલા ૩.૭૭ કરોડ રૂપિયા ઉમેરતા, રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદિર પાસે કુલ ૭૪.૮૪ કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ હતું.
જમણી બાજુના બીજા બોક્સનું લખાણ
- ક્યાં ખર્ચાય છે આ કરોડો રૂપિયા?
- જ્યાં આવક વધી છે, તેની સામે વ્યવસ્થાઓ પાછળનો ખર્ચ પણ વધ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન મંદિરનો કુલ ખર્ચ ૬૬.૩૬ કરોડ રૂપિયા રહ્યો હતો. તેની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં આવક ૫૨.૯૦ કરોડ હતી જ્યારે ખર્ચ ૫૪.૧૬ કરોડ રૂપિયા થયો હતો. એટલે કે ગયા વર્ષે આવક કરતા ખર્ચ વધુ હતો, જે આ વર્ષે સરભર થયો છે.
- કર્મચારીઓનો પગાર અને જાળવણી : સમિતિ માત્ર કેદારનાથ જ નહીં, પણ બદ્રીનાથ સહિત અન્ય ૪૭ મંદિરોનું સંચાલન કરે છે. આ વિશાળ વ્યવસ્થા ચલાવવા માટે મોટી માનવશક્તિની જરૂર પડે છે.
- કર્મચારીઓ: સમિતિ પાસે કાયમી અને સીઝનલ મળીને અંદાજે ૬૦૦ થી ૭૦૦ કર્મચારીઓ છે.
- પગાર: આ કર્મચારીઓના પગાર પાછળ જ વાર્ષિક ૨૦ થી ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
- સંપત્તિની જાળવણી: દાનની આ રકમથી મંદિરો ઉપરાંત સમિતિ હસ્તકના ૨૭ ગેસ્ટ હાઉસ અને ૭ શાળાઓનું સંચાલન અને જાળવણી કરવામાં આવે છે.