કાન-2026માં ગ્લેમર છવાયું :આલિયાનું એલિગન્ટ દુપટ્ટા લુક, ઉવર્શી બની અપ્સરા...
સિટી ન્યૂઝ@મુંબઈ : વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ કાન 12 મેથી શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલ 23 મે સુધી ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરામાં ચાલી રહ્યો છે. લોરિયલ પેરિસ તરફથી કાન પહોંચેલી આલિયા ભટ્ટના અત્યાર સુધીમાં ત્રણ લુક સામે આવ્યા છે. આલિયાનો કાન ફેસ્ટિવલનો ત્રીજો લુક, અગાઉ વેસ્ટર્ન લુકમાં દેખાયા બાદ હવે એક્ટ્રેસે સાડી-ગાઉન પહેરી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આલિયાએ કસ્ટમ આઈવરી સિલ્ક સાડી-ગાઉન પસંદ કર્યું. ડ્રેસનો અસલી જાદુ તેના ડ્રેપિંગમાં હતો. આઈવરી સિલ્ક પર સુંદર ફૂલોનું મણકાકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નથણી અને બિંદીએ એક્ટ્રેસના લુકને દેશી ટચ આપ્યું હતું. 13 મેના રોજ આલિયા ભટ્ટ ભારત પેવેલિયન ના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળી હતી
કાન ઓપનિંગ સેરેમનીના રેડ કાર્પેટમાં આલિયા ભટ્ટે કસ્ટમ રાલ્ફ ગાઉન પહેર્યું હતું.આલિયા ભટ્ટે બ્લશ પિંક બોડી કોન ક્રોસેટ ફ્લોર લેન્થ ડ્રેસ પહેર્યો હતો. આ લુકને આલિયાએ મિનિમલ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો. વેસ્ટર્ન ડ્રેસ સાથે આલિયાએ લાંબો શિફોન દુપટ્ટો પણ કેરી કર્યો. તેને રિયા કપૂરે સ્ટાઈલ કર્યો છે. આલિયા ભટ્ટે ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કાન રેડ કાર્પેટની તસવીરો પોસ્ટ કરી છે.
ઉર્વશી રૌતેલાએ વિયેતનામના જોલી પોલી ડિઝાઇનરનો ડ્રેસ પહેર્યો. ઉર્વશીએ તેના ડ્રેસ સાથે મેચિંગ ઘરેણાં પહેર્યા હતા સાથે અનોખી હેન્ડબેગ પણ પહેરેલી જોવા મળી હતી.આલિયા કોર્સેટ-સ્ટાઈલ પ્રિન્ટેડ બોલ ગાઉનમાં જોવા મળી હતી. ગાઉન પર પેસ્ટલ ગ્રીન, બ્લુ, લવન્ડર અને આછા પીળા રંગના શેડ્સ હતા, જે કોઈ ગાર્ડન પેઇન્ટિંગ જેવો અહેસાસ કરાવી રહ્યો હતો. આલિયા કાન 2026માં લોરિયલ પેરિસની ગ્લોબલ એમ્બેસેડર તરીકે સામેલ થઈ છે. આલિયા ભટ્ટ અને ઉર્વશી રૌતેલા ઉપરાંત આ વર્ષે ભારતમાંથી મૌની રોય, અદિતિ રાવ હૈદરી અને અહેસાસ ચન્ના કાનના રેડ કાર્પેટ પર પહોંચશે. અભિનેત્રી તારા સુતારિયા પણ કાન રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરશે. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસ તરફથી કાનમાં આવી છે.