Loading Please Wait !!!
પોલીસ જ લૂંટાઈ ગઈ રાજકોટમાં કાયદો કાબૂ બહાર?

=> લૂંટારૂઓ બેફામ, તંત્ર નિષ્ફળ; જનતા ક્યા ભરોસે?
=> પોલીસ સાથે ઝપાઝપી કરી એપલના ફોનની લૂંટ
=> જનરક્ષક પણ અસુરક્ષિત આરોપીઓ બાઈકમાં ફરાર
=> કુવાડવા રોડ પર 112 જનરક્ષક ટીમનાં કોન્સ્ટેબલ પાસેથી રૂપિયા 40 હજારનો ફોન લૂંટાયો; બે શખ્સો સામે FIR

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી જતા ફાયરીંગ, લુંટ, અપહરણ, મારામારી જેવી ઘટનાઓ રોજીંદી બની ગઈ છે.ત્યારે કુવાડવા રોડ પર નગાગામમાં  જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ સાથે  તમે કેમ મોડા પહોચ્યા છો ખી ઝપાઝપી કરી બે શખ્સો એપલ મોબાઈલની લુંટ કરી  નાસી છૂટતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે લૂંટ, ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.

બનાવ અંગે મવડી ફાયરબ્રિગેડ પાસે માયાણીનગરમાં રહેતાં અને કુવાડવા રોડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ વઘાસીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય ઉર્ફે ટકો રોજાસરા, દિપક પલારીયા (રહે. બંને રંગીલા સોસાયટી, નવાગામ, રાજકોટ) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે લૂંટ, ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે પોતે ૧૧૨ જનરક્ષક બેડીગામ ખાતેની ગાડીમાં ફરજ બજાવે છે. ગઇ રાતે 12 વાગ્યાથી આજે સવારના 08 વાગ્યા સુધીની નોકરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફાળવેલ 112 જન રક્ષક બેડી ગામ ખાતેની હતી.આ ફરજ દરમ્યાન સાથે ડ્રાઇવર તરીકે પ્રભાતભાઈ  બકુતરા હતા. ફરજ દરમ્યાન ૧૦: ૨૮ વાગ્યે 112 જન રક્ષક કંટ્રોલ તરફથી કોલ આવેલ જેમા દીપકભાઇએ કોલ કર્યો હતો.

જેથી દીપકભાઈના ઘરનુ સરનામું પુછતા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી હોવાનું જણાવ્યું હતું. જે બાબતે રાજકોટ સીટી પોલીસ કંટ્રોલરૂમ ખાતે 1031 વાગ્યે એન્ટ્રી પડાવી અને 1035 વાગ્યે  કોલવાળી જગ્યા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી સોમનાથ રેસીડન્સીની સામે પહોચેલ અને કોલ ક રનાર દિપકભાઈને મળેલ અને તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ દિપક ઉર્ફે ભુરો પલારીયા  હોવાનુ જણાવેલ હતું. તેઓને કોલ બાબતે પુછવા જતા તેઓએ કહેલ કે, તમે કેમ મોડા આવેલ છો. જેથી  જણાવેલ કે, અમને કોલ મળતા તુરંત આવેલ છીએ, તેમ વાત ચાલુ હતી તે દરમ્યાન નવાગામ ખાતે રહેતો સંજય ઉર્ફે ટકો રોજાસરા ઘસી આવી  બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગેલ હતો.જેથી આ સંજયને માથાકુટ કરવાની ના પાડતા તે  વધુ ઝપાઝપી કરી ગાળો આપવા લાગેલ અને ફરીયાદી પાસે રહેલ રૂ.40 હજારનો આઇફોન મોબાઇલ લુંટીને કોલ કરનાર દિપક પલારીયા સાથે પોતાનુ એકસેસ લઇને ભાગી ગયેલ હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પોલીસની ફરજમાં રુકાવટ કરનાર શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.