લગ્ન-સિઝનમાં આફત ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારીને 15% કરી
=> એક ઝટકામાં સોનું 9 હજાર ચાંદી, 22 હજાર મોંઘી!
=> એક નિર્ણયથી જ્વેલરી સપનાઓ મોંઘા-ખિસ્સા પર સીધી ચોટ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે. બુધવારે જારી કરાયેલા આ આદેશ બાદ આજે એટલે કે 13 મેના રોજ સોના-ચાંદી બજારમાં સોનું 9 હજાર અને ચાંદી 22 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.60 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.87 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે.
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે. આ પહેલા 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી. સોના પરની કુલ આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી. સોના પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 5% થી વધારીને 10% કરવામાં આવી.