Loading Please Wait !!!
પિતાએ પત્ની, પુત્ર અને ગર્ભવતી પુત્રીને કુહાડીથી રહેંસી નાખ્યા

  • રક્તરંજિત રાત્રિ; જમશેદપૂરની એક હદયદ્રાવક ઘટના

સિટી ન્યૂઝ@ઝારખંડ : ઝારખંડના જમશેદપુરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૌટુંબિક વિવાદના કારણે એક વ્યક્તિએ પોતાની જ પત્ની, ગર્ભવતી પુત્રી અને પુત્રની હત્યા કરી નાખી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી છે.જાણવા મળતી માહિતી મુજબ, ઘટના જમશેદપુરના એગ્રીકો વિસ્તારમાં સોમવારે સવારે બની હતી, જે સિદગોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ રવીન્દ્ર પ્રસાદ સિંહ તરીકે થઈ છે, જે એક સ્ટીલ કંપનીમાંથી ફેબ્રુઆરી મહિનામાં નિવૃત્ત થયો હતો. જાણવા મળ્યું છે કે, પરિવારમાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને સોમવારે આ ઝઘડો અચાનક હિંસક બની ગયો હતો.પૂર્વી સિંહભૂમના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પીયૂષ પાંડેએ જણાવ્યું કે, આરોપીએ કથિત રીતે પોતાની 55 વર્ષની પત્ની સરિતા સિંહ, 31 વર્ષની પુત્રી સુપ્રિયા સિંહ અને 30 વર્ષના પુત્ર રવિશેખ કુમાર પર હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસ મુજબ, મૃતક પુત્રી સુપ્રિયા ગર્ભવતી હતી, જેના કારણે ઘટના વધુ દર્દનાક બની છે.

ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ ટીમ એગ્રીકો સ્થિત કંપની ક્વાર્ટર પહોંચી હતી, જ્યાં ત્રણેય મૃતદેહો ઘરની અંદર પડેલા મળ્યા હતા. ટનાસ્થળેથી એક કુહાડી અને હથોડી કબજે કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપી ઘટના બાદ સ્થળ પરથી ફરાર થયો નહોતો, પરંતુ પૂછપરછમાં સહકાર પણ આપી રહ્યો નહોતો. પોલીસને શંકા છે કે તે માનસિક રીતે અસ્થિર હોવાનો ઢોંગ કરી રહ્યો છે.

એએસપી રિષભ ત્રિવેદીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘટના સવારના સમયે બની હતી, જ્યારે આરોપીની પત્ની રસોડામાં રસોઈ બનાવી રહી હતી. પોલીસ દરેક પાસાથી મામલાની તપાસ કરી રહી છે અને પરિવારના અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે MGM હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.