Loading Please Wait !!!
નશામાં બિલ્ડર પુત્રનો તાંડવ 5 વાહનોને ઉડાવ્યા: બે ગંભીર

=> રાજકોટના બિલ્ડર મહેશ પીપળીયાનો પુત્ર ધવલે વોલ્વો કારમાં હાહાકાર મચાવ્યો

=> ધવલની કારનો અગાઉ પણ સ્પીડ લિમિટનો બે વાર મેમો આવ્યો છે : હજે ભર્યો નથી

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રીંગ રોડ પર આજે ભરબપોરે બિલ્ડરપુત્રએ નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જતા નાસભાગી મચી હતી. અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા પાંચ વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી મેથીપાક ચખાડી લોહીલુહાણ કરી નાખ્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર સર્જાયેલા અકસ્માતના હચમચાવી નાખતા દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશ પીપળીયાના પુત્ર ધવલે આજે બપોરના સમયે નશાની હાલતમાં 150 રીંગ રોડ પર પોતાની વોલ્વો કાર બેફામ સ્પીડે દોડાવી આતંક સર્જોય હતો. 150 મીટરના અંતરમાં જ એક બાદ એક પાંચ વાહનોને અડફેટે લીધા બાદ રસ્તાની સાઈડમાં કાર અથડાતા અટક્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર રીતસનો હાહાકાર મચી ગયો હતો. પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસ તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર ચાલક ધવલ મહેશભાઈ પીપળીયા હોવાનું સામે આવ્યું છે અને તે પોતે નાનામવા રોડ પર આવેલ શ્રી રાજ રેસીડેન્સીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. 

લોકોએ મારીમારીને લોહીલુહાણ કરી નાખ્યો

અકસ્માત સર્જનાર કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને એકત્રિત થઇ ગાડીમાંથી બહાર કાઢી બેફામ માર માર્યો હતો જેથી તેને પણ ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યો છે.