Loading Please Wait !!!
ગ્રીસમાં 30 હજાર ફૂટે પ્લેનની બારી તૂટી

 

પત્નીએ પગ પકડી રાખતાં બચ્યો જીવ, ગ્રીસના આકાશમાં સર્જાય ભયાનક સ્થિતિ

સીટી ન્યૂઝ@એથેન્સ

ગ્રીસના આકાશમાં એક ફ્લાઈટની બારી તૂટી જવાથી મોટો અકસ્માત ટળી ગયો. પ્લેન ૩૦ હજાર ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે કેબિનમાં અચાનક દબાણ ઓછું થઈ ગયું અને વિન્ડો શીટ નીકળી ગઈ.

વિન્ડો શીટ પર બેઠેલા ૬૧ વર્ષના મુસાફરનું માથું અને ખભા બારીમાંથી બહાર નીકળી ગયા. જેમ જ બાજુમાં બેઠેલા મુસાફરે આ જોયું તો તરત જ તેને પકડીને પાછો પ્લેનની અંદર ખેંચી લીધો.

એક મુસાફરે જણાવ્યું કે તે વૃદ્ધનો જીવ તેની બાજુમાં બેઠેલી પત્નીએ બચાવ્યો. જેમ જ તે બારીમાંથી બહાર નીકળવા લાગ્યા, તેમની પત્નીએ જોરથી પગ પકડી લીધા. સારી વાત એ રહી કે પીડિત વ્યક્તિએ બેલ્ટ બાંધ્યો હતો, જેના કારણે તે બહાર નીકળી શક્યો નહીં. એક મહિલા પેસેન્જરે જણાવ્યું કે કેબિનમાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી. આ સીટ પાસેની બારી તૂટી હતી. ફ્લાઈટ ગ્રીસના થેસાલોનિકીથી જર્મનીના મેમિંગેન જઈ રહી હતી. એરલાઈન કંપની રાયનએરે જણાવ્યું કે પેસેન્જરને કેટલીક ઈજાઓ થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે.

આ ઘટના મેસેડોનિયા ઉપર બની હતી. ઘાયલ મુસાફર સર્બિયાનો પ્રવાસી છે. તેને દાઝી જવા જેવી ઈજાઓ થઈ છે. પ્લેને સવારે ૫.૫૫ વાગ્યે (ગ્રીસના સમય મુજબ) થેસાલોનિકીથી ઉડાન ભરી હતી.

ઘટના સમયે પ્લેનમાં હાજર મહિલા પેસેન્જરે રેડિયો થેસાલોનિકીને જણાવ્યું, ‘ઘટના સમયે મોટાભાગના પેસેન્જર સૂઈ રહ્યા હતા. ત્યારે ટાયર ફાટવા જેવો જોરદાર અવાજ આવ્યો. તેના તરત જ બાદ લોકોની ચીસો સંભળાઈ. અમને તરત જ સમજઈ ગયું કે વિમાનની અંદર દબાણ ઓછું થઈ ગયું છે. થોડીવાર માટે મને લાગ્યું કે કોઈએ ભૂલથી ઈમરજન્સી દરવાજો ખોલી દીધો છે.

તે પછી ઓક્સિજન માસ્ક નીચે આવી ગયા અને કેબિનમાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ. એક મુસાફરનું માથું અને ખભા બારીમાંથી બહાર હતા. તેણે સીટ બેલ્ટ ખોલ્યો ન હતો. તે પછી આસપાસ બેઠેલા લોકોએ તેને પકડીને પાછો અંદર ખેંચી લીધો. ગ્રીક મીડિયાના અહેવાલ મુજબ, વિમાનના એન્જિનથી અલગ થયેલા કોઈ કાટમાળના ટુકડાને કારણે બારી તૂટી ગઈ. જોકે, આ કારણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રાયનએરે નિવેદન જારી કરીને કહ્યું કે ઉડાન ભર્યાના થોડા સમય પછી મુસાફરની બારી અલગ થવાને કારણે વિમાને પાછું થેસાલોનિકી કરવું પડ્યું. વિમાને સામાન્ય રીતે લેન્ડિંગ કર્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટર્મિનલ પર પહોંચાડવામાં આવ્યા. એરલાઈને જણાવ્યું કે બાકીના મુસાફરોને મેમિંગેન પહોંચાડવા માટે એક બીજું વિમાન મોકલવામાં આવ્યું. ઘટનાની તપાસ ચાલુ છે.