Loading Please Wait !!!
મંદિરોમાં VIP દર્શનનો ધંધો!

  • શિરડી સાંઈ મંદિરમાં VIP દર્શન મોંઘું, 300નો ભાવ કરાયો

સીટી ન્યૂઝ@શિરડી

દરરોજ હજારો ભક્તોના વાણધમમાં પ્રવાહથી ધમધમતા અને કરોડોની દાનની આવક ધરાવતા શિર્ડી સાંઈબાબા મંદિરમાં વીઆઈપી ભક્તો માટે બ્રેક દર્શન સુવિધાની ફી ૨૦૦થી વધારીને ૩૦૦ રૂપિયા કરી છે, અને કારણે સહુલક દર્શન કરતા સર્વસામાન્ય ભાવિકોને અન્યાય દૂર થયો છે.

અત્યાર સુધી શિર્ડી સાંઈબાબા સંસ્થાન તરફથી સવારે, બપોરે અને રાત્રે જનસંપર્ક કાર્યાલય મારફત ૨૦૦ રૂપિયામાં વીઆઈપી બ્રેક દર્શનની સુવિધા આપવામાં આવતી હતી. બીજી તરફ સર્વસામાન્ય ભક્તો ઝટપટ દર્શન માટે ૨૦૦ રૂપિયાની ફી ચૂકવીને ગેટ નંબર ૧ અને ૭ માંથી પ્રવેશતા હતા. પરંતુ આમાં એવું થયું હતું કે ઝટપટ દર્શન માટેની લાઈન આગળ જઈને ભક્તોની કોમન લાઈનમાં ભળી જતી હતી. પરિણામે ૨૦૦ રૂપિયા ચૂકવીને હેરાનગતી સહન કરવી પડતી હતી. જ્યારે ૨૦૦ રૂપિયામાં પ્રોટોકોલ ધારકોને વીઆઈપી બ્રેક દર્શનનો લાભ નહોતો મળતી હતી. આ તફાવત દૂર કરવા માટે વીઆઈપી પાસના દરમાં આજે ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હવે સહુલક દર્શન માટે ૨૦૦ રૂપિયાની ફી ભરતા સર્વસામાન્ય દર્શનાર્થીઓને પૈસા ચૂકવ્યા પછી પણ ઘણીવાર ઝટપટ દર્શનનો લાભ નહી મળતો આ તકલીફ દૂર કરવા માટે સ્વતંત્ર લાઈનની વ્યવસ્થા કરવાની મંદિર પ્રશાસનને ભાવિકો તરફથી અપીલ કરવામાં આવી હતી. ૨૨મી જૂન ૨૦૨૨થી ૩૦ જૂન ૨૦૨૩ દરમિયાન ૧.૫૮ લાખ ભાવિકોએ બ્રેક દર્શનનો લાભ લીધો હતો, જેમાંથી સાંઈ સંસ્થાનને ૩.૧૭ કરોડની આવક થઈ હતી. આ જ સમયગાળામાં ૩૦ લાખ ભાવિકોએ સગુલક દર્શનનો લાભ લીધો હતો.

  • બોર્ડની મંજૂરી વિના ફી લાગુ કરી હતી
  • બદ્રીનાથમાં VIP દર્શનથી 1.63 કરોડ આવકમાં ગોટાલાનો વિવાદ

 

બદ્રીનાથ ધામમાં દાનની હેરાફેરીનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં હવે બે નવા નાણાકીય ગોટાલાના મામલા ચર્ચામાં આવ્યા છે. પહેલો મામલો VIP દર્શન માટે પ્રતિ શ્રદ્ધાળુ ૧૧૦૦ રૂપિયા ફી વસૂલવાનો છે, જેવાથી અત્યાર સુધીમાં લગભગ ૧.૬૩ કરોડ રૂપિયા જમા થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

બીજો મામલો VIP મહેમાનોના રોકાણ અને ભોજન સામે કથિત નકલી બિલ બનાવવાનો છે. બંને મામલાઓને લઈને શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની અંદર જ મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ઉપાધ્યક્ષ ઋષિ પ્રસાદ સતીએ બોર્ડની મંજૂરી વિના ફી લાગુ કરવા પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે CEO સોહન સિંહ રંગકનું કહેવું છે કે આ વ્યવસ્થા ભીડ નિયંત્રણ અને અનધિકૃત વસુલી રોકવા માટે લાગુ કરવામાં આવી હતી.

ચારધામ યાત્રાની પીક સિઝનમાં બદ્રીનાથ ધામમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓને સામાન્ય કતારથી અલગ વિશેષ વ્યવસ્થા હેઠળ દર્શન કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ માટે પ્રતિ વ્યક્તિ ૧૧૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો અને સત્તાવાર રસીદ પણ જારી કરવામાં આવી હતી.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આ સવાલ ઉઠ્યો કે આ ચાર્જ લાગુ કરતા પહેલા BKTC બોર્ડ પાસેથી સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી કે નહીં.

BKTCના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ સંગકનું કહેવું છે કે VIP દર્શન માટે ચાર્જ કોઈ વ્યવસ્થા ન હતી, પરંતુ પહેલાથી ચાલી આવતી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત બનાવવામાં આવી. તેમના અનુસાર, યાત્રા સિઝનમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ માધ્યમોથી પ્રોટોકોલ અથવા VIP કેટેગરીમાં દર્શન માટે પહોંચે છે, જેનાથી સામાન્ય શ્રદ્ધાળુઓની લાઈન અને ભીડ વ્યવસ્થાને અસર થાય છે.

સંગકે કહ્યું કે આ કારણોસર માનક સંચાલન પ્રક્રિયા (SOP) હેઠળ ચાર્જ આધારિત વ્યવસ્થા લાગુ કરવામાં આવી, જેથી VIP પ્રોટોકોલનો બિનજરૂરી ઉપયોગ રોકી શકાય અને ભીડને નિયંત્રિત રાખી શકાય.

તેમણે એમ પણ કહ્યું કે ફરિયાદો મળી રહી હતી કે કેટલાક બહારના લોકો દિવ્યાંગ અને અન્ય વિશેષ શ્રેણીઓનો દુરુપયોગ કરીને શ્રદ્ધાળુઓ પાસેથી પૈસા લઈને વૈકલ્પિક રસ્તાઓથી દર્શન કરાવી રહ્યા હતા. આના પર રોક લગાવવા માટે અધિકૃત અને રસીદ આધારિત વ્યવસ્થા લાગુ કરવામાં આવી. CEO મુજબ દરેક શ્રદ્ધાળુને સત્તાવાર રસીદ જારી કરવામાં આવી અને સંપૂર્ણ રકમ સીધી સમિતિના ખાતામાં જમા થઈ છે.