Loading Please Wait !!!
કિંજલ દવેની બીજી વાર સગાઈ તૂટી?

સિંગર અત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે

કિંજલ દવેએ તાજેતરમાં જ ધ્રુવિન સાથેની ગોળ અને ધાણાની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કરતા ચર્ચા જાગી

હજુ સુધી બંનેના પરિવારમાંથી સગાઈ ફોક થઈ હોવાની સત્તાવાર જાણ કરી નથી

  • માર્ચ 2023માં તે સગાઈ તૂટી ગઈ હતી

  • પહેલી સગાઈ કિંજલ દવેએ બાળપણના મિત્ર પવન જોષી સાથે કરી હતી

  • 6 ડિસેમ્બર 2025માં ગોળધાણા ખાધા હતા

  • બીજી સગાઈ કિંજલે બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવિન શાહ સાથે કરી હતી

  • તા.7 જૂનનાં કિંજલ દવે અને ધ્રુવિન શાહ બ્લુ કલબમાં કપડાની ખરીદી કરવા ગયા હતા...

સીટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાતી લોક સંગીત ક્ષેત્રે 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ફેમ સિંગર કિંજલ દવે હાલમાં ભારે ચર્ચામાં આવી છે. ચર્ચાનું કારણ કોઈ નવું ગીત કે આલ્બમ નથી, પરંતુ તેની પર્સનલ લાઈફ અને સગાઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ગપસપ અને ચર્ચાઓ મુજબ, કિંજલ દવે અને તેના મંગેતર ધ્રુવિન શાહ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું અને તેમની સગાઈ તૂટી ગઈ હોવાની અટકળોએ ભારે જોર પકડ્યું છે. આ ચર્ચાને હવા ત્યારે મળી જ્યારે બંનેએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એકબીજા સાથેની ગોળ-ધાણા (સગાઈ) ની તમામ તસવીરો અને પોસ્ટ્સ ડિલીટ કરી નાખી છે. મળતી માહિતી મુજબ, ગુજરાતી સિંગર કિંજલ દવે હાલમાં મ્યુઝિકલ પ્રોગ્રામ્સ અને શોઝના સિલસિલામાં ઓસ્ટ્રેલિયાની ટૂર પર છે.

વિદેશની ધરતી પરથી તે સતત પોતાના ચાહકો માટે તસવીરો અને રીલ્સ શેર કરી રહી છે, પરંતુ આ ગાળા દરમિયાન તેના ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ધ્રુવિન શાહ સાથેની સગાઈની યાદો ગાયબ થઈ ગઈ છે. કિંજલે અચાનક જ સગાઈના ફંક્શનની તસવીરો, વિડીયો અને રોમેન્ટિક કેપ્શન વાળી તમામ પોસ્ટ્સ પ્રોફાઈલમાંથી હટાવી લેતા તેના ચાહકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ મામલે ચોંકાવનારી વાત એ છે કે માત્ર કિંજલ દવે જ નહીં, પરંતુ તેના મંગેતર ધ્રુવિન શાહે પણ થોડા દિવસો પહેલા જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ગોળ-ધાણાની તમામ તસવીરો અને વિડીયો ડિલીટ કરી દીધા હતા.