ઈશા અંબાણીનું 17 કરોડનું પર્સ
- મમ્મીનાં પર્સ સાથે પેરિસમાં પાવર એન્ટ્રી
- 3000 ડાયમંડવાળું પર્સ બન્યું ટોક ઓફ ધ ટાઉન
અંબાણી પરિવારની લાડલી અને બિઝનેસમેન ઈશા અંબાણી ફરી એકવાર પોતાના અલ્ટ્રા-લક્ઝુરિયસ લુકને કારણે વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી છે. તાજેતરમાં પેરિસમાં યોજાયેલા પ્રખ્યાત પેરિસ ફેશન વીક ૨૦૨૬માં ઈશા અંબાણીએ ભારતીય ડિઝાઈનર રાહુલ મિશ્રાના ડેવી કલેક્શનના શોમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં ઈશાના આકર્ષક આઉટફિટને તો લોકોનું ધ્યાન ખેંચ્યું જ, પરંતુ તેની સાથે રહેલી એક નાનકડી એક્સેસરીએ લોકોને ચોંકાવી દીધા. તે બીજું કંઈ નહીં, પણ તેની માતા નીતા અંબાણીનું સૌથી કિંમતી હેન્ડબેગ હતું.