ભારે કરી! હવે ભાડે મળશે 'ગર્લફ્રેન્ડ'
દિલ્હીમાં એક દિવસનું રેટકાર્ડ વાયરલ
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખો અને વિવાદસ્પદ ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં હવે ગર્લફ્રેન્ડ ભાડે પણ મળી રહી છે. એક યુવતી દિવ્યાએ પોતાની સેવાઓ "Rent Me for a Day" નામથી ઓફર કરી છે અને તેનું રેટ કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ ટ્રેન્ડને જોઈ ચોંકી રહ્યા છે. કોમેન્ટમાં લોકો પૂછી રહ્યા છે કે આટલું મોંઘું ભાવ EMI પર પણ ચાલશે? એક્સ પર નલિની ઉનાગર નામની યુઝરે દિવ્યાના આ રેટ કાર્ડનો શેર કર્યો છે, જે બાદ પોસ્ટ વાયરલ થઈ ગઈ. ત્યાર બાદ બીજા એક યુઝર મિકૂએ દાવો કર્યો કે દિલ્હીની કેટલીય છોકરીઓ રેન્ટલ ગર્લફ્રેન્ડ પ્લેટફોર્મ પર કામ કરી સારી એવી કમાણી કરી રહી છે. તેમણે જણાવ્યું કે, તેની સાથે જ ફી ખાવાનું, શોપિંગ અને ક્યારેક ક્યારેક એક્સક્યુઝ ગિફ્ટસ પણ મળે છે. અમુક છોકરીઓ એક દિવસમાં ૩-૪ બુકિંગ કરી ૬૦૦૦થી ૭૦૦૦ રૂપિયા સુધી કમાઈ રહી છે. એક વીડિયોમાં યુવતીએ જણાવ્યું કે, તે KoPartner.in પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ છે. જે ભારતની સૌથી મોટી રેન્ટલ કંપની પ્લેટફોર્મ હોવાનો દાવો કરે છે. અહીં શોકસ શોપિંગ, મૂવી, ફરવા-ફરવા અને ટ્રાવેલિંગ માટે કમ્પેનિયન બુક કરે છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે. અમુક લોકો તેને આધુનિક અને સ્વતંત્રતાનું પ્રતીક ગણાવી રહ્યા છે. તો અમુક તેને નૈતિકતા વિરુદ્ધ માની રહ્યા છે.
કેટલું છે ભાડું
દિવ્યાએ પોતાના રેટ કાર્ડમાં વિવિધ પેકેજ આપ્યા છે
| પેકેજ | ભાડું |
| ચિલ કોફી ડેટ | 1500 રૂપિયા |
| ડિનર અને મૂવી ડેટ | 2000 રૂપિયા |
| ફેમિલી મીટિંગ | 3000 રૂપિયા |
| ઈવેન્ટ કમ્પેનિયન | 3500 રૂપિયા |
| બાઈક ડેટ | 4000 રૂપિયા |
| શોપિંગ સ્પ્રી | 4500 રૂપિયા |
| એડવેન્ચર ડેટ | 5000 રૂપિયા |
| વીકએન્ડ ટુ-ડે ગેટઅવે | 10,000 રૂપિયા |
| સો. મીડિયા પોસ્ટ | 6000 રૂપિયા |
આ ઉપરાંત કસ્ટમાઈઝડ પ્લાન પણ મળશે.