Loading Please Wait !!!
રાજકોટ તૈયાર છે ડૂબવા?

સુરત જેવી હાલતનો ખતરો: શહેરના 87 રસ્તા જળબંબાકાર થવાની આશંકા

ઈમરજન્સી નંબર જાહેર : માત્ર 8 થી 10 ઈંચ વરસાદમાં રાજકોટના તમામ અંડરબ્રિજમાં પાણી ભરાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ વચ્ચે રાજકોટ માટે પણ ચેતવણીરૂપ સ્થિતિ સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના એવા ૮૭ માર્ગોની યાદી જાહેર કરી છે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. જો શહેરમાં એકસાથે ૫ ઈંચ અથવા તેનાથી વધુ વરસાદ પડશે તો અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થવાની અને ૮ થી ૧૦ ઈંચ વરસાદમાં શહેરના તમામ અંડરબ્રિજ પાણીથી ભરાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા છતાં ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ, મવડી સર્કલ, રેલનગર અંડરબ્રિજ, પોપટપરા નાળા સહિતના વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા રહે છે. પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી જવા, ટ્રાફિક જામ અને અકસ્માતોના બનાવો પણ વધે છે.

મનપાના જણાવ્યા મુજબ સંવેદનશીલ વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો હેવી પંપિંગ મશીનરી અને ઈમરજન્સી ટીમો દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવશે. શહેરના ત્રણેય ઝોનમાં ખાસ મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકાએ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમના ઈમરજન્સી સંપર્ક નંબર પણ જાહેર કર્યા છે. પાણી ભરાવું, વૃક્ષ ધરાશાયી થવું અથવા અન્ય વરસાદી આપત્તિ અંગે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૫૫૩૦૪, તેમજ ૦૨૮૧-૨૨૨૮૭૪૧ અને ૦૨૮૧-૨૨૨૫૭૦૭ પર સંપર્ક કરી શકાય છે.

ભારે વરસાદ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને અંડરબ્રિજમાં સ્થિતિ કેવી રહે છે અને તંત્રની તૈયારીઓ કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર હવે સૌની નજર છે.

ભારે વરસાદમાં આ રસ્તા પાણી-પાણી થવાની શક્યતા

વિગત / વિસ્તાર વિગત / વિસ્તાર વિગત / વિસ્તાર વિગત / વિસ્તાર
શાહનગર અને શક્તિનગર મિલેનિયમ હાઈટ્સની સામે (બી.આર.ટી.એસ. ટ્રે) આશાપુરાનગર શેરી નં.૨ ના છેડે ઓડીયર પરા વિસ્તાર, આજી જી.આઈ.ડી.સી.ની બાજુમાં, ૮૦ ફૂટ રોડ
બીગ બજાર પાસે તથા ક્રિષ્ના પાર્ક સ્પીડવેલ ચોક થી જેટકો ચોકડી સુધીનો ૮૦ ફૂટ રોડ નંદા હોલ પાસે તાલુકા શાળા રોડ પર પ્રથમ એપચ્યુ એપાર્ટમેન્ટ પાસે
૧૫૦ ફૂટ રિંગ રોડ તથા અમિન માર્ગના કોર્નર પર બાપા સીતારામ ચોક બોલબાલા રોડ NHAI સરદાર ઈન્ડસ્ટ્રીઝ પાસે ૨૪ મીટર રોડ પટેલ ચોક
૧૫૦ ફૂટ રિંગ રોડ નાનામવા ચોક ગોકુલધામ મેઈન રોડ રીધ્ધી સિધ્ધી નાલા, કોઠારીયા ચોકડી શ્રધ્ધા ૪૦ ફૂટ રોડ, ડીગાટ પાસે
વિદ્યાલય મેઈન રોડ થી જલારામ હોસ્પિટલના મેઈન રોડ થઈ પંચવટી મેઈન રોડ ચાલતા હોવાનો વળતો પ્રહાર કર્યો છે રાધે હોટલ મેઈન રોડ (ઉમિયા ચોક) પુનિતનગર ૮૦ ફૂટ રોડ સાઈબાબા સર્કલ
અગ્રાદ ચોક, રૈયા રોડ મવડી સર્કલ સુબ્સાગર સોસાયટી / માધવ વાટીકા ૩ની ગોળીઆઈ રામનાથપરા - ૪
અક્ષર માર્ગ, ચિત્રકુટ ૨/૩ના ખૂણા પાસે વાધકી ગામતળ અને વિશ્વકર્મા સોસાયટી મેઈન રોડ ૧૫૦ ફૂટ રિંગ રોડ મવડી શલાય ઓવર બ્રિજના છેડે આર.કે. પ્રાઈમ પાસે રામાપીર સર્કલ તથા શીતલ પાર્ક સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ
નાનામવા મેઈન રોડ / લક્ષ્મીનગર મેઈન રોડ કોર્નર પાસે રેલનગર અંડરબ્રિજ એમ.જી.હોસ્ટેલ પાસે, કાલાવડ રોડ પર્ણકુટી મેઈન રોડ અતિશ્રી ચોક થી મોટી સ્કુલ
ગુરુજનગર કોર્નર ઝોન પાસે મીનાણાવાસ ચંદ્ર પાર્ક કાશી વિશ્વનાથ પ્લોટ મે.રોડ
નટરાજનગર, રાજીવ ગાંધી આવાસ પાછળ માધાપર ચોકડી સેટેલાઈટ ચોક - ૮૦ ફૂટ રોડ જામનગર રોડ, ગાયત્રીધામ સોસાયટી
રૈયા સી.સી. રોડ પર આલાપ ગ્રીન સીટી થી રૈયા ગામ જતાં જમણી સાઈડે કો.યાફિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે ઈન્દ્રપ્રસ્થ સોસાયટી શેઠનગર, જામનગર રોડ
રયલનગર બગીચા પાસે સદર ઈંગલ પેટ્રોલ પંપ પાસે ગણેશ પાર્ક ટાગોર રોડ હેમુ ગઢવી હોલ પાસે
દીશી પ્લાઝા યુનિવર્સિટી રોડ ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ, રાજેક્રી બજાર, માનસતા ગાર્ડન અને પી.ડી.માલવીયા કોલેજ રામાણી પાર્ક કો.યાફિક રોડ, જાગનાથ પ્લોટ મહાકાળી મંદિર રોડ અજય એપાર્ટમેન્ટ પાસે
પુષ્કરધામ મેઈન રોડ પર ફેવલમ રેસી. આવાસ યોજના પાર્ક રોડ ભગવદીપરા મે. રોડ મહાકાલેશ્વર મંદિર ગાંધી સ્મૃતિજમ સાગમાં પંચનાથ પ્લોટ મે.રોડ, ગેલેક્સી કોમ્પ્લેક્ષ કિરણ ઈલેક્ટ્રીક પાસે
શ્રીનાથજી સોસાયટી સોરઠિયાવાડી સર્કલ ૫૦ ફૂટ રોડ આરાધના સોસાયટી, વિજયનગરના ચોંકના પાસે
ગુંજન પાર્ક મેઈન રોડ આનંદનગર ખોડીયાર ચોક પાસે તિરૂપતિ મેઈન રોડ (સુરપુરા વાળો રોડ) ડેબર કોલોની ગાયત્રી મે. રોડ પે ૪ શુત્ર કોયલેન્ટ પાસે
વૃંદાવન સોસાયટી શેરી નં. -૧, ૨, ૩ નંદા હોલ પાસે કોઠારીયા મે.રોડ આસ્થા વાટીકા મે. રોડ  
૧૫૦ ફૂટ રિંગ રોડ રૈયા ટેલી. એક્સ.સામે ધનશ્યામનગર સિંદુરીયા જાળ ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ  
૧૫૦ ફૂટ રિંગ રોડ મોદીસ્કુલ પાસે અવધપુરી સોસાયટી, આડો પેક્ક રોડ સદગુરુ રણછોડનગર  
  સંતકબીર રોડ ભાવનગર રોડના ખૂણે સીતારામ રોડ  
  નારાયણનગર, ફેબર રોડ આરોગ્ય કેન્દ્ર જય અંબે ઈન્ડસ્ટ્રીઝ, માંડા ડુંગર શાળા નં.૧૩ પાસે શક્તિ સોસાયટી  
    ભાવનગર રોડ, માનસરોવર પાર્કનો એપ્રોચ