Loading Please Wait !!!
4 મહિનાની પ્રેગ્નેન્સીમાં દિપિકાનો ધમાકેદાર ડાન્સ

બોલીવુડ સ્ટાર દિપિકા પાદુકોણની એક નવી જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દિપિકાએ એક હોટેલ ચેઈન માટે આ એડ શૂટ કરી છે, જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ અનુસાર, દિપિકાએ આ જાહેરાત ત્યારે શરૂ હતી, જ્યારે તે ૪ મહિના પ્રેગ્નેન્ટ હતી. દિપિકા અને તેનો પતિ રણવીર સિંહ ટૂંક સમયમાં તેમના બીજા બાળકનું સ્વાગત કરવાના છે. એડમાં જોવા મળ્યો દિપિકાનો સ્ટાઈલિશ લુક આ નવી જાહેરાતમાં દિપિકા પાદુકોણ ખૂબ જ સ્ટાઈલિશ અને અલગ લુકમાં જોવા મળી રહી છે. તેણે એક લક્ઝરી પ્રોપર્ટીની અંદર બ્લૂ કલરનો પેન્ટસૂટ પહેરીને શૂટિંગ કર્યું છે. વીડિયોમાં તે હોટલના અલગ-અલગ ભાગોમાં વોક કરતી અને ડાન્સ કરતી જોવા મળી રહી છે.