Loading Please Wait !!!
ગોંડલનું આશાપુરા અંડરપાસ રિપેરિંગ કામગીરી સબબ 1 મહિના માટે બંધ

=> આજથી 13 જુન સુધી કામગીરી ચાલશે : વૈકલ્પિક માર્ગો અને ટ્રાફિક ડાયવર્ટ કરવા જાહેરનામું પ્રસિદ્ધ

સિટી ન્યૂઝ@ગોંડલ : ગોંડલ શહેરના વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગોંડલમાં આવેલ આશાપુરા અંડરપાસ એટલે કે LHS NO. 44B ને રિપેરિંગ કામના કારણે આગામી એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રેલ્વે વિભાગ દ્વારા અંડરપાસના રિપેરિંગ કામની રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને રાખીને તારીખ 13 મે 2026 થી 13 જૂન 2026 સુધી આ માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે.અંડરપાસ બંધ હોવાને કારણે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મોટા વાહનો માટે નેશનલ હાઈવેથી ઉમવાડા ચોકડી થઈને શહેર તરફ જઈ શકાશે.

નાના વાહનો માટે રામદ્વાર અને લાલ પુલ અંડરપાસનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત સાંઢીયાપુલ ઓવરબ્રિજ તમામ વાહનો માટે ખુલ્લો રહેશે.તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન જાહેરનામાનું પાલન કરે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.