Loading Please Wait !!!
15 વર્ષની લડત છતાં ન્યાય નહીં યાદવ પરિવાર આત્મવિલોપનની ચીમકી !

=> સાવરકુંડલાના યાદવ પરિવારને ન્યાય ક્યારે ?

=> કલેક્ટરથી હાઈકોર્ટ સુધી દોડધામ છતાં નિરાશા : 5 કરોડની જમીન વિવાદમાં ન્યાય કેમ નહીં

સિટી ન્યૂઝ@અમરેલી : અમરેલીના ધારી તાલુકાના દલખાણીયા ગામે વડીલોપાર્જિત જમીન-મિલકત એક ભાઈએ ખોટા બક્ષીસ લેખ કરાવી લઈ પચાવી પાડી છે. જેને લઈ બીજા ભાઈએ આ અંગે વર્ષ ૨૦-૧-૨૦૧૧ થી ૫-03-૨૦૨૪ સુધી અમરેલી કલેકટરથી ગુજરાત હાઈકોર્ટ સુધી, મુખ્યમંત્રી સુધી પુરાવા સાથે લડત આપવા છતાં અને અનેક કોર્ટના હુકમો છતાં સાવરકુંડલાના અરજદાર કમલેશ બાવચંદભાઈ યાદવના પરિવારના ન્યાય નહી મળતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કારણે પોતાના પરિવારજનો અંદાજીત રૂ. ૫ કરોડની કિમતની વિવિધ સર્વે નંબરની જમીનમાં કાયદેસરના હક્કદાર હોવા છતાં પોતે આરોપીઓ અને સરકારી તંત્રની મિલીભગત કારણે હક્કથી વંચિત રહ્યા છે.

હાલમાં સાવરકુંડલા ખાતે રહેતાં કમલેશભાઈ બાવચંદભાઈ યાદવે આ અંગે દલખાણીયામાં રહેતાં નારાયણભાઈ શાંતીભાઈ યાદવ, તેના પુત્રો, જવાબદાર અધિકારીઓ સામે ધારી પોલીસ સ્ટેશનમાં તથા વિવિધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કમલેશભાઈની વડિલોની જમીન દલખાણીયામાં જુદાં-જુદાં સર્વે નંબરોમાં આવેલી છે. જેમાં અન્ય કુટુંબીજનોનો પણ જમીન ભાગ છે. તેમના દાદા શાંતિભાઈ રણછોડભાઈ યાદવનું વર્ષ 2010માં અવસાન થયું હતુ. જ્યારે શાંતિભાઈ માંદગીમાં હતા ત્યારે નારાયણ યાદવે બક્ષીસ લેખ જમીન અને મિલકતો  પોતાના નામે કરાવી લીધી હતી.કમલેશભાઈએ આ અંગે અગાઉ ધારી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી હતી. 2015માં આપેલી ફરિયાદમાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. કોર્ટે આદેશ કર્યો હોવા છતાં તેની ધરપકડ પોલીસે કરી ન હતી. તેમણે કલેક્ટર સમક્ષ લેન્ડગ્રેબીંગની ફરિયાદ પણ કરી હતી.

પરંતુ તત્કાલીન મામલતદાર, સર્કલ ઓફિસર, સબ રજીસ્ટાર વગેરેના અહેવાલોના આધારે લેન્ડગ્રેબીંગનો મામલો બનતો ન હોવાનું કહી કેસ દફતરે કર્યો હતો. જેથી કમલેશભાઈએ અમરેલી સેશન્સ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને આખરે કોર્ટના હુકમ બાદ નારાયણ યાદવ સામે ગુનો નોંધાયો હતો.કોર્ટની ફરિયાદમાં નારાયણના બે પુત્રો અને મામલતદાર, સર્કલ ઓફિસર તથા સબ રજીસ્ટારના નામો પણ લખાયા છે. જોકે પોલીસે આ તમામ સામે ગુનો દાખલ કર્યો નથી. પરંતુ તપાસમાં નામો ખુલશે તો તેમની સામે કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતુ. કમલેશભાઈએ આરોપ લગાવ્યો છે કે બે વર્ષ પછી કલેક્ટરે ત્રણ અધિકારીઓને બચાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપિલ કરી હતી. જેમાં મને કોર્ટે નોટીસ પાઠવી હતી.  તા. 15-9-25 ના રોજ કલેકટરે 482 મુજબ રદ કરવા કહેલ એફઆઈઆરમાં વડ્રોઈડ કરી અરજી પાછી ખેંચી લીધી હતી. અરજદારે આરોપ લગાવ્યો કે લેન્ડ ગ્રેબીંગમાં ફરિયાદ રદ કરવાની જોગવાઈ નથી.

છતાં તપાસ કરતી  પોલીસે સમરી રિપોર્ટ ભર્યો અને કોર્ટે પોલીસની સમરી મંજૂર કરી દીધી છે. કોર્ટમાં ક્રોસ ચેકની અરજી પેન્ડિગ પડી છે અને પોલીસની સમરી મંજૂરી કરી દીધી છે.  લેન્ડ ગ્રેબીંગનો ભંગ કર્યો છે. જેથી અમારી સાથે અન્યાય થયો છે.મારા દાદા શાંતિભાઈ પાસે ખોટો બક્ષીસ દસ્તાવેજ બનાવી છેતરપીંડી આચરી છે. ધારી મામલતદાર સામે પણ પુરાવા નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. અરજદારોનો આરોપ છે કે આની પાછળ રાજકીય વ્યક્તિનું પીઠળ છે, અમે માનસિક રીતે કંટાળ ગયા છીએ.