પત્નીએ જમીન વેંચવા ન દીધી તો પતિએ પ્રાઈવેટ પાર્ટમાં કરંટ આપી મારી નાખી
- ઉત્તર પ્રદેશના રામપુર ગામની ચોંકાવનારી ઘટના
- પતિએ પત્નીને અર્ધનગ્ન કરીને તેના હાથ-પગ બાંધી દીધા
સિટી ન્યૂઝ@ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના રામપુર ગામમાં અત્યંત કંપાવી નાખે એવી ઘટના ઘટી છે. અહીં એક પતિએ પત્નીને પ્રાઈવેટ પાર્ટ સહિત શરીરમાં ૬ જગ્યાએ કરંટ આપીને મારી નાખી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ દર્દનાક હત્યાનું કારણ પ્રેમપ્રકરણ નહીં પણ જમીન અને સંપત્તિ હતી. પત્નીના પિયર તરફથી તેને જમીન મળી હતી. પતિ એ જમીન વેચીને રોકડી કરી લેવા માગતો હતો. જોકે પત્ની એ માટે તૈયાર નહોતી થતી. ઘણા સમય સુધી આ બાબતે તેમની વચ્ચે ઝઘડા ચાલ્યા અને જ્યારે પતિને લાગ્યું કે પત્ની નહીં જ માને ત્યારે તેને ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું. ૧૪ ઓગસ્ટની રાતે લગભગ બે વાગ્યે પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો અને વાત મારપીટ સુધી પહોંચી. પતિએ પત્નીને અર્ધનગ્ન કરીને તેના હાથ-પગ બાંધી દીધા અને પછી તેના શરીર પર ઠેર-ઠેર કરંટ લગાવ્યા. પત્નીની ચીસોને કારણે આસપાસના લોકો જાગી જતાં પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. શબ પર પ્રાઈવેટ પાર્ટ સહિત કુલ ૭ જગ્યાએ કરંટને કારણે દાઝવાના નિશાન મળી આવ્યા હતા.