Loading Please Wait !!!
રાજકોટને ચોખ્ખું-ચણક બનાવવા માટે સ્વચ્છતાના સર્વે માટે 1.11 કરોડ મંજૂર

  • રાજકોટ મનપાની સ્ટેન્ડિંગમાં કરોડોના કામોને લીલી ઝંડી
  • મહાપાલિકાને દર મહિને પેટ્રોલ–ડિઝલમાં 40 લાખની બચત થશે
  • 17.29 કરોડની 12 દરખાસ્ત મંજૂર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકાની આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ ૧૪ દરખાસ્ત મુકવામાં આવી હતી જે પૈકી ૧૭.૨૯ કરોડની ૧૨ દરખાસ્ત મંજૂર કરી એક દરખાસ્ત નામંજૂર કરી અન્ય એક દરખાસ્તમાં વધુ વિગતવાર માહિતી સાથે અપડેટ કરી કરી રજૂ કરવા માટે પેન્ડિંગ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજથી મનપા દ્વારા દર મહિને અંદાજિત રૂ.૩.૪૦ લાખનું ઈંધણની બચત કરશે અને સ્વચ્છતા માટે કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે રાજકોટ શહેરમાં સ્વચ્છતા સર્વે માટે સરકાર માન્ય એજન્સીને ૧.૧૧ કરોડ ફાળવી સર્વે કરાવવામાં આવશે જેના આધારે કેન્દ્ર સરકાર તરફથી રાજકોટ મનપાને ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવશે અને રાજકોટ શહેર સ્વચ્છતા તરફ આગળ વધી શકશે તેવો દાવો મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ ૧૬.૮૩ કરોડની ૧૪ દરખાસ્તો મુકવામાં આવી હતી તે પૈકી કુલ ૧૭.૨૬ કરોડની ૧૨ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને ૨.૫૪ કરોડની બે દરખાસ્ત પૈકી એક નામંજૂર કરવામાં આવી છે અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખી વધુ માહિતી સાથે આવતી સ્ટેન્ડિંગમાં રજૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. એક ના મંજૂર કરવામાં આવેલ દરખાસ્તમાં રેસકોર્સ સંકુલ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર કેમ્પસમાં આવેલ ઓડિટોરિયમનું નવીનીકરણ કરવા આવેલ ૧.૨૪ કરોડની દરખાસ્ત નામંજૂર કરી PPP ધોરણે થઈ શકે તો પ્રયત્ન કરવા સૂચન કરવામાં આવ્યું છે.

બીજી તરફ રાજકોટમાં સ્વચ્છતા સર્વે માટે ૧.૧૧ કરોડની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ દરખાસ્ત માટે કામ નેશનલ ઇન્ડોમેટિક્સ સેન્ટર સર્વિસીઝ ઇકોપોર્ટેડ કન્સલ્ટન્ટની કામગીરી આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ એજન્સી કેન્દ્ર સરકાર તરફથી લીમપામાં આવેલ છે અને આ એજન્સી આગામી ૬ માસ સુધી સર્વે કરી સ્વચ્છતા બાબતે રાજકોટ શહેરમાં શું કરી શકાય શું કરવું જોઈએ તેના સૂચન આપશે જેના આધારે રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા અંગ કામગીરી કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી મનપાને ગ્રાન્ટ આપવામાં આવે છે. આ તરફ રાજકોટ મનપા દ્વારા બચતના ભાગરૂપે આજથી ડીઝલની ખરીદી રિટેઈલ રેટથી ડીઝલ ખરીદી કરવાનો કોન્ટ્રાક્ટ સિવાય એજન્સીને આપવામાં આવ્યો છે અને પ્રતિ લીટર રૂ.૦.૭૨નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેના કારણે રાજકોટ મનપાને મહિને અંદાજિત રૂ.૪૦ લાખનો ફાયદો થશે અને મનપાને આર્થિક બચત સાથે ફાયદો થશે.

રેસકોર્સ સંકુલમાં આવેલ ઓડિટોરિયમનું નવીનીકરણ કરવા આપેલ 1.24 કરોડની દરખાસ્ત નામંજૂર કરી PPP મોડલો કરવા વિચારણા