Loading Please Wait !!!
બે વીઘા જમીન માટે ભાઈ-બહેનના ઝઘડામાં પિતાની લાશ 35 કલાક ઘરમાં પડી રહી

  • ઝાંસીના થિરગામ નામનો બનાવ
  • દીકરીના ઘરે સારી સારવાર મળી રહી હતી એટલે ઠાકુરદાસે ખુશ થઈને પોતાની બે વીઘા જમીન અંગૂરીના નામે કરી દીધી

સિટી ન્યૂઝ@ઝાંસી

ઝાંસીના થિરગામ નામના ગામમાં રહેતા ઠાકુરદાસ કુશવાહાને બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. તેમની પાસે કુલ પાંચ વીઘા જમીન હતી. જોકે ઠાકુરદાસની તબિયત ખરાબ રહેતી હોવાથી તેમની બીજા નંબરની દીકરી અંગૂરી તેમને પોતાના ઘરે રાખવા માટે લઈ ગઈ હતી. દીકરીના ઘરે સારી સારવાર મળી રહી હતી એટલે ઠાકુરદાસે ખુશ થઈને પોતાની બે વીઘા જમીન અંગૂરીના નામે કરી દીધી. જોકે એના થોડા દિવસ પછી ઠાકુરદાસનું મૃત્યુ થઈ ગયું. દીકરી પિતાનો પાર્થિવ દેહ લઈને પોતાના પૈતૃક ગામ થિરગામ પહોંચી ગઈ. જોકે ગામમાં રહેતા તેના ભાઈઓએ પિતાના અંતિમ સંસ્કાર કરવાની મનાઈ કરી દીધી. તેમની એક જ ડિમાન્ડ હતી કે જ્યાં સુધી બહેન બે વીઘા જમીન પાછી નહીં આપે ત્યાં સુધી પિતાના દাহસંસ્કાર નહીં થાય.

ખારસા ઝઘડા પછી બહેન માની ગઈ તો ભાઈઓએ પહેલાં જમીનનું રજીસ્ટ્રેશન પોતાના નામે કરવાનો આગ્રહ રાખ્યો. આખરે પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન માટે કાર્યાલય પર બધા ગયા, પરંતુ ત્યાં ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન ન થઈ શક્યું. બીજા દિવસે ફરીથી અંતિમ સંસ્કાર પહેલાં બન્ને ભાઈઓએ બહેનને લઈને રજીસ્ટ્રેશન માટે ગયા. એ વખતે પલા સર્વર ડાઉન હોવાથી કલાકો રાહ જોયા પછી સાંજ સુધીમાં કામ થયું પરંતુ ઘરે પહોંચતા જ ભારે વરસાદ આવી ગયો. હવે શબને ગામથી દૂર આવેલા મુક્તિધામમાં કઈ રીતે લઈ જવા એ મુશ્કેલી આવી. આખરે સ્થાનિક પોલીસે મદદ કરીને રાતે અંતિમ સંસ્કાર કરાવવા માટે મદદ કરતાં ઠાકુરદાસને મુક્તિ મળી.