સીરીયલ કિલર બની હુમા કુરેશી
બેબી ફૂ ડાઈ ફૂ નું ટ્રેલર રિલીઝ
દેશની પહેલી હિટવુમન બોલી-સાંભળી નથી શકતી બસ મારી શકે છે
મે અત્યાર સુધી ફિલ્મો અને વેબ સિરીઝમાં 'હિટમેન' વિશે ઘણું સાંભળ્યું અને જોયું હશે. પરંતુ હવે બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી મોટા પડદા પર દેશની પહેલી 'હિટવુમન' બનીને આવી રહી છે. હુમા કુરેશીની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ બેબી ફૂ ડાઈ ફૂનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ૨ મિનિટ અને ૨૬ સેકન્ડનું આ ટ્રેલર સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર છે, જે દર્શકોને ચોંકાવી દેશે. આ ફિલ્મની સૌથી રસપ્રદ વાત એ છે કે મુખ્ય પાત્ર 'બેબી' (હુમા કુરેશી) મૂક-બધિર છે, એટલે કે તે ન તો સાંભળી શકે છે અને ન તો બોલી શકે છે. પરંતુ આ નિર્દોષ દેખાતી છોકરીની પાછળ એક ખતરનાક ભૂતકાળ છુપાયેલો છે. તેને બસ એક જ કામ આવડે છે - પૈસા લેવા અને સોપારી પૂરી કરવી! દિવ્યાંગ હોવાને કારણે કોઈ તેના પર જલ્દી શક કરતું નથી, અને આ જ તેની માસૂમિયત તેની કરતૂતોને છુપાવી લે છે. ફિલ્મમાં બોલવાના ડાયલોગ ન હોવા છતાં, હુમાએ પોતાના ચહેરાના હાવભાવ અને આંખોથી પાત્રને એક અદભૂત રીતે રજૂ કર્યો છે. 'બેબી ફૂ ડાઈ ફૂ' એક ડાર્ક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જે રહસ્ય અને બદલાની દુનિયાની સફર કરાવશે.