Loading Please Wait !!!
રાજકોટની હોટલોમાં શુદ્ધ ભોજન શોધવું એક ચેલેન્જ !

  • રેસ્ટોરન્ટ હેલ્થ માટે ખતરો; શહેરમાં ખાવું એટલે રિસ્ક લેવા જેવું
  • ફૂડ વિભાગના સતત દરોડા
  • આજે 1503 કિલ્લો ગંધ મારતું ખાવાનું મળી આવ્યું : દરરોજ દરોડામાં વાસી ખોરાક મળી રહ્યો છે
  • ૮૭ પેઢીમાં દરોડા, ક્યાંય સારું જોવા મળ્યું નહીં
  • સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાંથી પણ વાસી ખોરાક પકડાયો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ ૮૭ રેસ્ટોરન્ટ અને પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૫૦૩ કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર ૨૫ પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને સ્વચ્છતા અંગે નોટિસ ફટકારવામાં આવી હતી, તેમજ કુલ રૂ. ૧,૧૧,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપાની આ આકરા પગલાંની કામગીરીથી ખાદ્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકીને રોકવા માટે ફૂડ વિભાગની ટીમોએ સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કડક કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગે કુલ ૮૭ પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી

વિગતો સામે આવી છે. તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૧,૫૦૩ કિલોગ્રામ અખાદ્ય તેમજ વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્ટોરેજ, લાઈસન્સ અને હાઈજેનિક કન્ડિશનના નિયમોનો ભંગ કરવા બદલ કુલ ૨૫ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને સ્થળ પર જ કુલ રૂ. ૧,૧૧,૩૦૦ની વહીવટી પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.

તંત્રની આ કડક કાર્યવાહીથી અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ ફૂડ વિભાગ દ્વારા જણાવાયું છે.

વિસ્તાર વાઈઝ વાસી ખોરાક પિરસતી રેસ્ટોરન્ટ્સ

■ જામનગર રોડ અને માધાપર ચોકડી

  • શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટ્સ: ૮૦૦ કિલો અખાદ્ય સિરિયલ પ્રોડક્ટ્સનો નાશ, રૂ. ૧૦,૦૦૦ દંડ.

  • જય ખોડિયાર રેસ્ટોરન્ટ: ૨૫ કિલો વાસી જથ્થાનો નાશ, રૂ. ૧૦,૦૦૦ દંડ.

  • શ્રી બાલાજી રેસ્ટોરન્ટ: ૧૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, રૂ. ૧૦,૦૦૦ દંડ.

  • સીતારામ ફૂડ ઝોન: ૫ કિલો જથ્થાનો નાશ, રૂ. ૫,૦૦૦ દંડ.

  • ક્રિશ ફાસ્ટ ફૂડ: ૧૦ કિલો વાસી સામગ્રીનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

■ કોઠારિયા અને સ્વાતિ મેઈન રોડ

  • ફેમિલી ફેન્સી ઢોસા: ૧૫ કિલો જથ્થાનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

  • સૂર્યા ઢોસા: ૧૦ કિલો જથ્થાનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

  • સીતારામ રેસ્ટોરન્ટ/રામદેવ રાજસ્થાની દાલબાટી: ૧૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

■ પુનિત નગર ૮૦ ફૂટ રોડ અને મવડી વિસ્તાર:

  • ખોડલધામ ફાસ્ટફૂડ: ૯ કિલો વાસી ખોરાકનો નાશ, રૂ. ૧,૦૦૦ દંડ.

  • જલિયાણ પાઉંભાજી: વાસી જથ્થાનો નાશ, રૂ. ૫૦૦ દંડ.

  • દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી: ૯ કિલો વાસી મંચુરિયનનો નાશ, રૂ. ૫૦૦ દંડ.

  • બાપા સીતારામ નાસ્તા ગૃહ: ૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ.

  • વી.એસ. ઢોસા: ૧૭ કિલો સામગ્રીનો નાશ, રૂ. ૧,૦૦૦ દંડ.

  • શુભમ ફેમિલી રેસ્ટોરન્ટ: ૧૫ કિલો વાસી ચટણી-શાકભાજીનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

  • U.K. ડાઈનિંગ હોલ: ૩૦ કિલો સડેલી ડુંગળી અને કેળાંનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

■ સેન્ટ્રલ બસ સ્ટેન્ડની પાછળ:

  • ઠાકોરજી રેસ્ટોરન્ટ: ૧૫ કિલો અખાદ્ય લોટ-મસાલાનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

  • શ્રી ચાઈનીઝ & પંજાબી: ૧૧ કિલો વાસી સોસ-ગ્રેવીનો નાશ, રૂ. ૧,૦૦૦ દંડ.

  • સુનિલ રેસ્ટોરન્ટ: ૪ કિલો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

  • શ્યામ છોલે-ભટુરે: ૩ કિલો અખાદ્ય તેલનો નાશ, રૂ. ૫૦૦ દંડ.

  • રાજ ઘુઘરા: ૨ લિટર ચટણીનો નાશ, રૂ. ૫૦૦ દંડ.

  • માં શક્તિ ગાંઠિયા: ૬ કિલો અખાદ્ય તેલ અને સાંભારનો નાશ, રૂ. ૨,૦૦૦ દંડ.

■ રૈયા રોડ, કાલાવડ રોડ અને પેડક રોડ:

  • પેડક રોડ/સંતકબીર રોડ વિસ્તારમાં શ્રી સ્વેચી હોટલ, મહાવીર પાઉંભાજી, શ્રી રેસ્ટોરન્ટ, વિન્ટેજ ઢોસા, અને શિવમ ફાસ્ટ ફૂડ જેવી જગ્યાએથી અખાદ્ય સામગ્રીનો નાશ અને દંડ વસૂલાયો.

  • શિવમ ફાસ્ટ ફૂડમાંથી હાનિકારક 'આજીનો મોટો' પણ જપ્ત કરાયો.

  • કાલાવડ રોડ અને રૈયા રોડ પર પણ અનેક પેઢીઓમાં સ્થળ તપાસ અને લાઈસન્સ/હાઈજિન બાબતે નોટિસ આપવામાં આવી.