Loading Please Wait !!!
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા પ્રથમ વખત ભવ્ય યોગ શિબિરનું આયોજન

૫ વર્ષના બાળકથી ૭૫ વર્ષના વરિષ્ઠ જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

સિટી ન્યૂઝ@રાજકોટ

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ, રાજકોટ દ્વારા પ્રથમ વખત ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢ વણિક કન્યા છાત્રાલય, નૂતનનગર ખાતે યોજાયેલી આ શિબિરમાં સેંકડો જ્ઞાતિજનોએ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો.મોઢ વણિક મહાજન, મોઢ વણિક યુવા ગ્રુપ, મોઢ વણિક સમાજ, મોઢ વણિક કન્યા છાત્રાલય, મોઢ વણિક મિત્ર મંડળ, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, મોઢ વણિક મહિલા સત્સંગ મંડળ, મોઢ વણિક સમાજ મહિલા મંડળ, માતંગી પાટોત્સવ સમિતિ અને M.Y.O સહિતની વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકરો અને જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

યોગ ટ્રેનર ખ્યાતિબેન પરીખ, મમતાબેન ત્રાંબડિયા, હનીબેન પરીખ, શર્મિલાબેન પટેલ અને બીનાબેન વાછાણીએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સહભાગીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ યોગક્રિયાઓમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કિરીટભાઈ પટેલ, વિજયભાઈ મણિયાર, અશ્વિનભાઈ પટેલ, સાવનભાઈ ભાડલીયા, શૈલેષભાઈ શાહ, કેતનભાઈ બોઘાણી, ગીતાબેન કે. પટેલ, જયશ્રીબેન પટેલ, કલાબેન પારેખ, પ્રદીપભાઈ વડોદરીયા, મયુરભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત મોઢ વણિક જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરોના સહયોગથી યોજાયેલી આ યોગ શિબિર જ્ઞાતિ એકતા, આરોગ્ય જાગૃતિ અને સામાજિક સંકલનનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી. કાર્યક્રમના સફળ આયોજનમાં ભાગ્યેશ વોરાએ વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન સાધ્યું હતું, જ્યારે ગ્રાઉન્ડ વ્યવસ્થાની જવાબદારી કેતન પારેખે નિભાવી હતી.