OTTનો નવો દાવ : જૂના સ્ટાર્સ સાથે નવી વાર્તાઓ
90ના સુપરસ્ટાર પર OTT પર કરોડોનો દાવ
સિટી ન્યૂઝ@મુંબઈ
ભારતીય એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આ દિવસોમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. જ્યાં સિનેમાઘરો માટે નવી પેઢીના સિતારાઓ અને ફ્રેન્ચાઈઝ ફિલ્મોનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યાં જ OTT પ્લેટફોર્મ્સ પર ૯૦ના દાયકા અને શરૂઆતના ૨૦૦૦ના દાયકાના સિતારાઓની બીજી ઈનિંગ મજબૂત બની રહી છે.
સની દેઓલ, બોબી દેઓલ, માધુરી દીક્ષિત, જૂહી ચાવલા, કાજોલ, રવીના ટંડન, કરિશ્મા કપૂર, અક્ષય ખન્ના અને રાજીવ ખંડેલવાલ જેવા નામો દર્શકોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જાહેર થયેલી ઇક્કાનાં સની અને અક્ષયની જોડી હોય, આર્યન ખાનના પ્રોજેક્ટમાં બોબીની હાજરી હોય કે ધ રેલવે મેનમાં કે.કે. મેનન અને આર. માધવન જેવા કલાકારો હોય. તમામ પ્રોજેક્ટ ચર્ચામાં છે. આની પાછળ OTT કંપનીઓની જૂના ચહેરાઓ પર નવી વાર્તાઓ સાથે કરોડોના દાવની એક સ્પષ્ટ રણનીતિ દેખાઈ રહી છે.
લાંબા સમય સુધી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉંમર અને સ્ટાર ઈમેજના આધારે કલાકારોની ભૂમિકાઓ નક્કી થતી હતી. એક સમય એવો હતો, જ્યારે કોઈ એક્ટ્રેસનું માતાના પાત્રને ભજવવું તેની કારકિર્દી માટે જોખમ માનવામાં આવતું હતું. OTT પ્લેટફોર્મ્સ આ જ વિચારસરણીને ઘણી હદ સુધી બદલી નાખી છે. હવે વાર્તા અને પાત્ર બંનેને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી કલાકારો પોતાની વાસ્તવિક ઉંમર અને અનુભવને અનુરૂપ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. વળી, દર્શકોએ પણ આ બદલાવને સ્વીકાર્યો છે.
-
સની દેઓલ મોટા ડિજિટલ/સિરીઝ સ્પેસ તરફ આગળ વધી રહ્યો છે.
-
બોબી દેઓલ ચે અને ઇન્ટેન્સ પાત્રોથી મજબૂત પોઝિશન બનાવી ચૂક્યો છે.
-
માધુરી દીક્ષિત રોમેન્ટિક ઇમેજથી હટીને ગ્રે શેડ અને નેગેટિવ રોલ પસંદ કરી રહી છે.
-
કાજોલ સતત OTTનો હિસ્સો બની રહી છે, સાઉથમાં પણ ઘણી એક્ટિવ છે.
-
કરિશ્મા કપૂર પસંદગીની પરંતુ પ્રીમિયમ કન્ટેન્ટ, સોલો એક્શન બેસ્ડ રોલ તરફ ઝુકાવ.