Loading Please Wait !!!
જહાન્વી કપૂરે બોયફ્રેન્ડના નામનો નાઈટસૂટ પહેર્યો

 

ટી-શર્ટ પર લખ્યું જો હું ખોવાઈ જાઉં તો શિખર પહાડિયાને પાછી આપી દેજો

સિટી ન્યૂઝ@મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને શિખર પહાડિયાના રિલેશનની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરનો એક નવો ફોટો સામે આવી છે, જેમાં તે એક અનોખો નાઈટસૂટ પહેરેલી જોવા મળી રહી છે. આ નાઈટસૂટ પર શિખર પહાડિયાના નામનો એક મેસેજ પણ લખેલો છે.

ઇન્સ્ટાગ્રામ પર ઘણા હેન્ડલ્સે જાહ્નવી કપૂરની એક તસવીર શેર કરી. આ ફોટોમાં જાહ્નવીએ પિંક કલરનો નાઈટસૂટ અને ગ્રે જેકેટ પહેર્યું છે. તેના નાઈટસૂટ પર અંગ્રેજીમાં લખેલું છે, 'If Lost, Please Return To Shikhar Pahariya' એટલે કે 'જો હું ખોવાઈ જાઉં, તો કૃપા કરીને શિખર પહાડિયાને પાછી આપી દેજો.'

આ પહેલીવાર નથી જ્યારે જાહ્નવીએ શિખર પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો હોય. આ પહેલા પણ તે શિખરના નામની ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી. એકવાર તે એક ઇવેન્ટમાં ગળામાં 'શિખર' નામનો નેકલેસ પહેરેલી જોવા મળી હતી. શિખર પહાડિયા પણ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહ્નવીની તસવીરો શેર કરતા રહે છે.

ગયા વર્ષે જ્યારે જાહ્નવીની ફિલ્મ 'હોમબાઉન્ડ'નું પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, ત્યારે શિખર પણ રેડ કાર્પેટ પર તેની સાથે હાજર હતો. બંનેને અવારનવાર ઘણા ફેમિલી ફંક્શન અને ઈવેન્ટ્સમાં સાથે જોવામાં આવે છે.