દીકરીએ આબરૂં કાઢી કાકા સાથે ભાગી...
દીકરીને જન્મ આપનાર સામે જ પોલીસમાં અરજી કરી
સિટી ન્યૂઝ@છતરપુર
છતરપુર જિલ્લાના લવકુશનગર વિસ્તારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અટકોંહા ચોકીના ગિલૌહાં ગામની એક યુવતી પોતાના સંબંધમાં કાકા સાથે ભાગી ગઈ હતી. બાદમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, તેણે ગાજિયાબાદમાં લગ્ન કરી લીધા છે. પણ આ મામલો ત્યારે વધારે ચગ્યો, જ્યારે યુવતી પોતાના પતિ સાથે નિવેદન નોંધાવા માટે છતરપુર એસપી ઓફિસે પહોંચી ગઈ.
જાણકારી અનુસાર, ગિલોહાંની રહેવાસી મોહન સિંહ યાદવની મોટી દીકરી પ્રતિમા યાદવ 2 એપ્રિલની રાતે અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરિવારે તેની ખૂબ શોધખોળ કરી. બાદમાં પરિવારને જાણ થઈ કે પ્રતિમા કાકા ધર્મેન્દ્ર યાદવ સાથે ભાગી ગઈ છે. ધર્મેન્દ્ર યાદવ હંસપુરા ગામનો રહેવાસી છે.
ગુમ થવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલાની તપાસ શરુ કરી. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર આ નવવિવાહિત કપલના કેટલાય વીડિયો સામે આવ્યા. ગુમ યુવક અને યુવતીએ વીડિયો જાહેર કરી પોતે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય બન્યા છે.
યુવતીના પરિવારે પોલીસ પ્રશાસનની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારનો આરોપ છે કે ફરિયાદ છતાં પોલીસે આ મામલાને ગંભીરતાથી નથી લીધો. મોહન સિંહ યાદવનું કહેવું છે કે અટકોંહા ચોકીમાં તૈનાત એક પોલીસકર્મીએ તેમના પર મુખ્યમંત્રી હેલ્પલાઈન (181)ની ફરિયાદ પાછી લેવાનું પ્રેશર બનાવ્યું. પરિવારે એવો પણ આરોપ લગાવ્યો કે કાર્યવાહીના નામ પર પોલીસ દ્વારા પૈસાની માગ કરી રહી છે.
પીડિત પરિવારને સૂચના મળી હતી કે યુવતીને નૌગાંવમાં જોવામાં આવી હતી. ત્યાર બાદ તે એસપી કાર્યાલયે પહોંચી હોવાની જાણકારી મળી. જેવી યુવતી પોતાના પતિ સાથે ત્યાં પહોંચી, પહેલાથી હાજર પરિવારે ગુસ્સામાં હોબાળો મચાવ્યો. સ્થિતિને જોતા મહિલા
સુરક્ષા ફોર્સ બોલાવવી પડી. વળી એસપી ઓફિસે પહોંચેલી પ્રતિમા યાદવે સ્પષ્ટ કર્યું કે તે પોતાના પતિ સાથે રહેવા માગે છે. તેણે ગાજિયાબાદમાં જઈને લગ્ન કરી લીધા છે. પોતાના પરિવાર પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ સાસરિયાવાળાને હેરાન કરી રહ્યા છે. અમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. યુવતીએ પોલીસ પાસે સુરક્ષાની માગ કરી છે.પોલીસે યુવતીને સુરક્ષાના ઘેરામાં લઈ મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલી દીધી. ત્યાં મહિલા પોલીસની હાજરીમાં યુવતીનું નિવેદન નોંધવામાં આવશે. પરિવારે એસપીને આવેદન આપી નિષ્પક્ષ તપાસ કરી યુવતીની સુરક્ષિત વાપસીની માગ કરી છે.