કોકરોચ જનતા પાર્ટીનું સોશિયલ મીડિયામાં તાંડવ
=> રાજકીય સિસ્ટમ હચમચી : નવી યુવા પાર્ટીએ જૂની પાર્ટીઓની ધરતી હચમચાવી.
=> ભાજપ-કોંગ્રેસથી આગળ નીકળી ગઈ
=> કોકરોચ જનતા પાર્ટીનો ડર લાગ્યો X એકાઉન્ટ બ્લોક
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
CJI સૂર્યકાંતના કોકરોચવાળા નિવેદનના વિરોધમાં બનેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ના X એકાઉન્ટ પર ગુરુવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાપક અભિજીત દીપકેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ પ્રતિબંધની જાણકારી આપી. આ પહેલા X પર 12 વાગ્યા સુધી પાર્ટીના લગભગ 1 લાખ 93 હજાર ફોલોઅર્સ હતા.
CJPના ફક્ત X અને ઇન્સ્ટાગ્રામ પર જ એકાઉન્ટ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સક્રિય છે. તેના પર ગુરુવારે બપોરે એક વાગ્યા સુધી સવા કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. દેશના બે સૌથી મોટા રાજકીય પક્ષો સાથે સરખામણી કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર ભાજપના 87 લાખ અને કોંગ્રેસના 1.33 કરોડ ફોલોઅર્સ છે.
તેમણે BBCને જણાવ્યું, 'હું X પર CJIનું નિવેદન જોઈ રહ્યો હતો, જ્યાં તેઓ સિસ્ટમની ટીકા કરવા અને અભિપ્રાય આપવા માટે દેશના યુવાનોની સરખામણી વંદા અને પરોપજીવીઓ સાથે કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર મેં આ અંગે મારો અભિપ્રાય આપ્યો. મેં પૂછ્યું કે જો બધા વંદા એકસાથે આવી જાય તો શું થશે. મને Gen Z અને 25 વર્ષ સુધીના યુવાનોના અદ્ભુત જવાબો મળ્યા. તેમણે કહ્યું કે આપણે સાથે આવવું જોઈએ અને એક પ્લેટફોર્મ બનાવવું જોઈએ. પછી શું હતું, મેં CJP બનાવી લીધી.
દિલ્હીમાં કેટલાક લોકો કોકરોચના ડ્રેસ પહેરીને યમુના કિનારે સફાઈ કરતા જોવા મળ્યા. સમર્થકોનું કહેવું છે કે આ આંદોલન હાલમાં ચૂંટણી લડવા કરતાં યુવાનોમાં રાજકીય જાગૃતિ ફેલાવવા પર વધુ કેન્દ્રિત છે.
પાર્ટીની સદસ્યતા માટે 4 લાયકાતો
=> પહેલી : બેરોજગારી.
=> બીજી : આળસુ હોવું એટલે કે પડ્યા રહો, સૂતા રહો.
=> ત્રીજી : ઓનલાઈન રહેવાની લત.
=> ચોથી : પ્રોફેશનલી ભડાસ કાઢવાની ક્ષમતા.