જિમ ટ્રેનરને સાથે ગોવામાં વીલા ભાડે રાખવા પર વળતર આપવાનું કહી રૂપિયા 20 લાખની ઠગાઈ
=> 10 ટકાની લાલચ આપી વળતર નહીં આપતા ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના રેલનગરમાં વેકરીયા ચોકમાં રહેતા જીમ ટ્રેનર તરીકે સુનીલભાઇ કાળીદાસભાઇ ચાવડા ઉ.38એ ગોવાના અનુજ અનિલભાઈ કોકરા સામે ગોવામાં વિલા ભાડે રાખી દર મહિને 10 ટકા વળતર આપવાની લાલચ આપી 20 લાખ 6 હજારની છેતરપિંડી આચરતા આ અંગે ગોવાના શખ્સ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે હુ છેલ્લા સાતેક વર્ષથી સિલ્વર હાઇટસ બિલ્ડીંગ ખાતે જીમ ટ્રેનર તરીકે જતો હોય તે જ બીલ્ડીંગમા રહેતા આરતીબેન અગ્રવાલ કસરત કરવા આવતા હોય જેથી મારે તેમની સાથે પરીચય હોય તે બાદ આરતીબેનએ મને તેમના સગાભાઈ અનુજભાઈ અનીલભાઈ કોકરા સાથે મારી મુલાકાત કરાવી હતી અને અનુજભાઈએ મને જણાવેલ કે પોતે ગોવા રહી વીલા ભાડે રાખીને ધંધો કરે છે જેમા પોતાને સારો નફો થાય છે અને
હુ ઇન્વેસ્ટરને શોધુ છુ તમારે રોકાણ કરવુ હોય તો મને કહેજો તમારે આશરે 20 લાખ જેવુ રોકાણ કરવુ પડશે તેમ મને કહ્યું હતુ બાદ મે રોકાણની વાત આગળ વધારતા તેમને મને જણાવેલ કે તમે મને 20 લાખ રુપીયા આપી દેશો ત્યાર બાદ હું વીલા મારા નામે ભાડે રાખીશ અને તમને હુ વીલા બાબતેનો એગ્રીમેન્ટ કરી આપીશ અને તમને દર મહીને મિનીમમ 10 ટકા જેવુ તમારા બેંક એકાઉન્ટમા દર મહીને ટ્રાન્સફર કરી આપીશ બાદ મે અનુજભાઇને કટકે કટકે 12.56 લાખ ટ્રાંસફર કર્યા હતા બાદ હુ ગોવા વીલા જોવા માટે ગયેલ હતા અને ગોવા મુકામે ગયેલ અમોને આ અનુજ ગોવાના અનોખા એસ્ટેટની અંદર આવેલ રેડસ્ટોન વીલામા લઇ ગયેલ ત્યારે તે વીલાનુ રિનોવેશન કામ ચાલુ હતુ અને હુ એક રાત્રીના તેજ વીલામા રોકાયેલ હતો બાદ મે અનુજને રૂબરૂ મળી મેં તેને મોકલાવેલ રૂપીયા બાબતે ભાડે રાખેલ વીલાના વળતરના રૂપીયાની વાત કરતા આ અનુજે જણાવેલ કે હાલે પોતાની પાસે રૂપીયાની વ્યવસ્થા નથી 20 લાખ ભાડાના થાશે પછી તમને વળતરના રૂપીયા આપીશ.
=> વાલજી પાર્કમાં ઘરમાંથી 1342 બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો
=> ઘરમાં, એક્ટિવા, સ્કોર્પિયોમાં દારૂ સંતાડ્યો હતો: રૂપિયા 15.42 લાખનો મુદામાલ કબ્જે
પડધરીમાં ઘરેથી જ દારૂ વેંચતા બુટલેગરના ઘરે પડધરી પોલીસે દરોડો પાડી 4.62 લાખના 1342 બોટલ દારૂ સાથે મકાન માલિકની ધરપકડ કરી દારૂ, કાર, એક્ટિવા સહીત કુલ 15.42 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પડધરી પોલિસ મથકના પીઆઈ એમ.જી.ચૌહાણની રાહબરીમાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે પડધરીનો રાજદિપસિંહ ચૌહાણ પોતાના ઘરે દારૂ સંતાડી દારૂ વેચે છે આ બાતમી આધારે ટીમે પડધરી શાક માર્કેટ બજાર નજીક વાલજીભાઈ પાર્કમાં દરોડો પાડી ત્યાં હાજર શખ્સને નામ પૂછતા પોતે રાજદિપસિંહ વિજયસિંહ ચૌહાણ ઉ.28 હોવાનું જણાવ્યુ હતું પોલીસે ઘરમાં તપાસ કરતાં ફળીયામાં પડેલા એક્ટીવાની ડેકી ચેક કરતા દારૂની 35 બોટલ મળી આવતા કબ્જે કરી હતી તેમજ પાર્ક કરેલી એક સ્કોર્પીયો કારમાં જોતા દારૂની 86 બોટલ મળી આવી હતી તે બાદ ઘરમાં તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 1342 દારૂની બોટલ જેની કિંમત 4.62 લાખ, કાર, એક્ટિવા સહિત કુલ 15.42 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.