Loading Please Wait !!!
ચા વગર રાજકોટ ? કલ્પના પણ અશકય

=> કિટલીની ચા, રાજકોટની ઓળખ !
=> શહેરનું દિલ અહીં ધબકે છે
=> રાજકોટની ચા...હત: શિયાળો હોય કે ઉનાળો ચા તો જોઈએ જ...

સિટી ન્યૂઝ@રાજકોટ

આજે આંતરરાષ્ટ્રીય ઉનાળાની કાળઝાળ ગરમી હોય, શિયાળાની ઠંડી હોય કે પછી ચોમાસાનો વરસાદ હોય પણ ચા વગર લોકોની સવાર અધુરી છે. ભર ઉનાળામાં પણ ચા ના રસિયાઓ તેને ક્યારેય ત્યજતા નથી. તેવી જ રીતે સિટીના કેટલાક ટી સ્ટોલ 40થી પણ વધુ વર્ષોથી રાજકોટીયન્સ ચા પીવડાવી રહ્યા છે. જેમાં તેઓની ચાની કીટલીથી શરૂઆત થઈ હતી જ્યા 50 પૈસાની ચાથી લઇ અત્યારે 100 રૂપિયાની પણ ચા મળી રહી છે. આ ચાની કિટલીઓ લોકો માટે ગેધરિંગ સ્પોર્ટ બની રહી છે. જ્યા કોર્પોરેટ કર્મચારીઓ, ફ્રેન્ડ સર્કલ સહિત અનેક લોકો ટેન્શનથી દુર ચાની ચૂસ્કી લેતા હોય છે.

રાજકોટમાં 2000 કિટલીઓનાં થડા

રાજકોટમાં વર્ષોથી ચાના થડ્ડાઓ આવેલા છે અને રાત પડેને રાજકોટવાસીઓ ચાની તડપ બુઝાવવા કીટલાઓ ઉપર પહોંચી જાય છે અને રાજકોટીયન્સને તો એવી પણ ટેવ છે સવારનાં પહોરમાં જાગીને કિટલાની ચા પીવે તો જ સંતોષ થાય બાકી નો થાય. એટલા માટે રાજકોટમાં ૨૦૦૦થી વધુ ચાનાં કિટલાઓ શહેરભરમાં પથરાયેલા છે. પાંચ રૂપિયાથી લઈ ૨૦ રૂપિયા સુધીની સ્પેશિયલ ચા માત્ર રાજકોટમાં મળે છે.  

લોકોમાં ટ્રેડિશનલ અને જીંજર ફુદીના ચા સાથે થેપલા ડિમાન્ડ એવર ગ્રીન રહે છે

હું 2 વર્ષ 2019માં ટી પોસ્ટ પર ચા પીવા ગયો હતો. ત્યાથી જ મને પોતાની ચાનો સ્ટોલ શરૂ કરવાની ઇચ્છા થઈ હતી. અત્યારે ઓનલાઇન ફૂડ ડિલિવરી પર લોકો બપોરના સમયે અંદાજે 40થી 50 કપ ચાના મંગાવતા હોય છે. અમારી ત્યા ટ્રેડિશનલ અને જીંજર ફુદીના ચા સાથે થેપલા એવર ગ્રીન ડિમાન્ડ છે.

વિદ્યાર્થીઓના કોલેજકાળની યાદો-ચાની ચૂસ્કી

હું ફક્ત 20 વર્ષનો હતો ત્યારે વિષ્ણુ કી ચાયની શરૂઆત કરી હતી. જ્યા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની યાદોની બેઠક છે. જ્યાર અત્યારે સુધી હજારો ર વિદ્યાર્થીઓનો કૉલેજકાળ અહીં જ વિત્યો છે. જ્યાં હજ પણ પૂર્વ વિદ્યાર્થીઓ પોતાની યાદો તાજી કરવા માટે અહીં સમયાંતરે આવતા હોય છે અને ચાની ચૂસ્કી લેતા હોય છે.